નોવેલ કોરોના વાયરસ ચેપી રોગ છે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે ,ત્યારે આપણે સૌએ તેનાથી ગભરાવવાની જરૂર નથી માત્ર સાવચેતી જરૂરી છે : સિવીલ સર્જનશ્રી ડૉ.જ્યોતિબેન ગુપ્તા

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા સબજેલ ન્યાયાલય ખાતે બંદીવાનો માટે મેડીકલ ચેકઅપ તેમજ કોરોના વાયરસ લોકજાગૃત્તિ વિષયક માર્ગદર્શન અપાયું

વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના લીધે સરકારશ્રી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. ત્યારે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આજે જીતનગર જિલ્લા સબજેલ ન્યાયાલય ખાતે બંદીવાનો માટે મેડીકલ ચેકઅપ તેમજ કોરોના વાયરસ લોકજાગૃત્તિ વિષયક માર્ગદર્શનમાં સિવીલ સર્જનશ્રી ડૉ.જ્યોતિબેન ગુપ્તા, આરએમઓશ્રી ડૉ.એમ.એલ.મંજીગાવકર, રાજપીપલા સબજેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષકશ્રી એલ.એમ.ગમારા, આરોગ્યની ટીમ સહિત જિલ્લાના બંદીવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સિવીલ સર્જનશ્રી ડૉ.જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસ ચેપી રોગ છે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે ત્યારે આપણે સૌએ તેનાથી ગભરાવવાની જરૂર નથી માત્ર સાવચેતી જરૂરી છે. આપણે સૌ સાવચેતી રાખવી પડશે તેના માટે આપણે વારંવાર સાબુથી અથવા સેનીટાઇઝેશનથી હાથ ધોવા તેમજ દો ગજ દુરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સીંગ પણ રાખવું પડશે અને માસ્કનો ઉપયોગ કરવા તેમણે જણાવ્યું હતું.

રાજપીપલા જિલ્લા આરએમઓશ્રી ડૉ.એમ.એલ.મંજીગાવકરે કહ્યું કે, હાલ વિશ્વ નોવેલ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે કોરોના વાયરસ વિશેની જાણકારી આપણી પાસે હોવી જોઇએ. કોરોના વાયરસ સંક્રમણથી ફેલાઇ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખવું તેમજ બિન જરૂરી રીત ભેગા થવાનું ટાળવું જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારશ્રીના પ્રયત્નમાં આપણે પણ તેમાં સહભાગી બનીએ તો કોરોનાને હરાવવામાં આપણને સફળતા મળશે. સતત તાવ આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે, ગળામાં દુખાવો થાઇ તો તુરંત તમારા અધિકારીશ્રીઓનો સંપર્ક કરીને સારવાર કરાવવા જણાવ્યું હતું.

રાજપીપલા સબજેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષકશ્રી એલ.એમ.ગમારાએ કહ્યું હતું કે, રાજપીપલાની જીતનગર સબજેલ ખાતે જેલના કેદીઓ, જેલના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો હોમીયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળીઓ પણ આપવામાં આવે છે અને જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવતું હોવાની માહિતી તેમણે આપી હતી. આ પ્રસંગે કોરોનાના પ્રથમ યોધ્ધા સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા અને આરએમઓશ્રી ડૉ.એમ.એલ.મંજીગાવકર અને આરોગ્યની ટીમનું પુચ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here