નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામમાં નેટવર્ક ન હોવાથી ડુંગર ઉપરના મકાનમાં બોલાવીને પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી બાળકોને લેસન કરાવાય છે

નાંદોદ, (નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

સપ્તાહમાં બે વાર આવી ગામમાં બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે

કોરોના તો ભાગસે… કોરોના ને ભગાડીશું… માસ્ક પહેરીશું… વારંવાર હાથ ધોઈશું.. દૂર દૂર ઊભા રહીશું… હાથ નહીં મિલાવીશું… જેવી પંક્તિઓ ગાઈને ગીતો ગવાય છે….વાર્તા કરાય છે

ઘરમાં પુરાઈ રહેતા બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મજા પડી રહી છે

નર્મદા જિલ્લામાં આવેલ નાંદોદ તાલુકાનું બોરીદ્રા શાળા ડુંગર વિસ્તાર માં આવેલું છે.અહીં કોઈપણ નેટવર્ક આવતું નથી, હાલ શાળાઓ બંધ છે. બોરીદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ મકવાણા બાળકોનું શિક્ષણ ન બગડે એની ચિંતા કરી આચાર્યની વાલીઓને સમજાવટથી શિક્ષણ અને ડુંગર ઉપર ના મકાનમાં બોલાવીને પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી બાળકોને લેસન કરાવે છે.
ગામના વાલી ઉપેન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શાળાઓ બંધ છે છતાં અઠવાડિયામાં બે દિવસ ગામમાં બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે અને બાળકોને બાળકોને પુના થી કેવી રીતે બચવું તે ની વાર્તા, જોડકણા ગીત ગાઈ ગવડાવીને વાલીઓને સાથે રાખીને સોશિયલ ડિસ્ટન્સ રાખીને માસ્ક પહેરીને કોરોના ની જાગૃતિ ફેલાવી અને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. જેમાં આચાર્ય અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણા કોરોના તો ભાગસે… કોરોના ને ભગાડીશું… માસ્ક પહેરીશું… વારંવાર હાથ ધોઈશું.. દૂર દૂર ઊભા રહીશું…હાથ નહીં મિલાવીશું… જેવા પંક્તિઓ ગાયને ગીતો ગવાય છે ઘરમાં પુરાઈ રહેતા બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મજા પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here