નર્મદા : 14 નાણાં પંચની તર્જ ઉપર જ 15 માં નાણાં પંચના વિકાસના કામ કરવાની સત્તા ગ્રામપંચાયતોને આપવાની માંગ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સરપંચ પરિષદ ગુજરાત દ્વારા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

ગ્રામ પંચાયતોની સ્વતંત્રતા ઉપર વર્તાતો ખતરો

ગ્રામ પંચાયતો ને મળેલી સ્વતંત્રતા મુજબ ગ્રામ સભાઓમાં વિકાસ ના કામ અગાઉ થી જ પરામર્શ કરી મંજૂર કરવામાં આવતા હોય છે.જેમાં સરકાર દ્વારા સુધારા કરી તેને રદ કરવામાં આવતા સરપંચો મા ભારે નારાજગી જોવા મળી રહી છે.સરકાર ના નિર્ણય નો વિરોધ કરવા આજરોજ ગુજરાત સરપંચ પરિષદ દ્વારા વિરોધ દરસાવતુ પોતાની માગણીઓ સાથે નુ આવેદનપત્ર નર્મદા કલેક્ટર ને સુપ્રત કરાયું હતું.
રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નમૅદા જીલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન અગાઉથી જ ગ્રામ સભામાં નકકી કરેલ હોય પરતું સરકાર શ્રી માંથી હાલ મડેલ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વિલેજ ડેવલોપમેન્ટના પ્લાન અગાઉથી જ ગ્રામસભામાં નક્કી થયા મુજબ કામોના હોય તે મુજબ બનાવવામાં આવે છે આ બાબતે સરકારમાંથી હાલ મળેલ સુચનાઓ મુજબ અગાઉ મંજુર કરેલ પ્લાન રદ કરી નવેસરથી પીવાના પાણીના પ્રશ્નો ને પ્રાધાન્ય આપવામાં આવેલ છે તથા કોવિદ 19 ના સંક્રમણના બચાવવા અંગે નાણાકીય ખર્ચ કરવા જણાવેલ છે.
આ બાબતોને લઈને કરવાના થતા કામો જેવા કે પાણીની સુવિધા માટે સરકારના પાણી પુરવઠા વિભાગ તથા વાસ્મો, સાંસદ સભ્ય, ધારાસભ્યની ગ્રાન્ટ, આયોજનના કામો ટ્રાયબલના કામો,વગેરે ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. જેથી ગ્રામ પંચાયત લેવલના કામો માટે જે 14 મું નાણાપંચ તેમજ 15 માં નાણાપંચના ગ્રામ પંચાયત કક્ષાએથી જરૂરી જે કામો હાથ ધરવાના થતાં હોય તેને જ મંજૂરી આપવા વિનંતી છે પાણીના કામો અને આરોગ્યલક્ષી કામો સરકાર જે તે વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેથી ગ્રામ પંચાયતો મારફતે થતા 14 મા નાણાપંચ મા વિકાસ કામોની કાર્યવાહી થતી હતી તે ગાઈડલાઈન મુજબ જ 15 માં નાણાપંચના કામો થાય એવી અમારી જિલ્લાના તમામ સરપંચોએ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી સરપંચ પરિષદના નમૅદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવા. નાંદોદ પ્રમુખ ગોવિંદભાઈ,તિલકવાડા પ્રમુખ અરૂણભાઈ,સાગબારા પ્રમુખ સુરેન્દ્રભાઈ,ગરૂડેશ્ર્વર પ્રમુખ શિતલબેન,તેમજ સરપંચ શ્રીઓ ભેગા મડીને આવેદન આપી રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here