નર્મદા : હોમ કવોરેનટાઇનનો ભંગ કરનારા સાવકા ગામના બે ઇસમ સામે પોલીસ ફરિયાદ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

મધ્યપ્રદેશથી આવેલા બે શ્રમજીવીઓને 14 દિવસ હોમ કવોરેનટાઇન કરાયા હતા…

કાયદકીય કાર્યવાહી હાથ ધરી રાજપીપળાના કવોરેનટાઇન સેન્ટરમાં દાખલ કરાયા…

લોકડાઉન અને કોરોના ના કહેર વચ્ચે બહાર ગામ થી પોતાના વતન આવનારાઓને સાવચેતી નાપગલાં રુપે જો તેઓ કોરોના સંકરમિત હોય તો મહામારી બીજામા ન ફેલાઈ એની તકેદારી રુપે કવોરેનટાઇન કરવામાં આવે છે.

નર્મદા જિલ્લા ના ગરુડૈશવર તાલુકા ના સાકવા ગામ ખાતે રહેતા કવિરામ વિજય તડવી અને પ્રહલાદ સુરેશ તડવી નાઓ મધ્યપ્રદેશનાં ઝાંસી ખાતેથી 3-5-2020 ના રોજ સાકવા ગામ ખાતે આવ્યા હતા.જેની જાણ આરોગ્ય વિભાગ નર્મદાને થતાં તેમને સ્થાનિક મેડિકલની ટીમ દ્વારા તેમનું મેડિકલ ટેસ્ટ કરી તેમને 4-5-2020 થી 17-5-2020 સુધી 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ ગઈ કાલે તેઓ તેમના ઘરની બહાર હરતાં ફરતાં જોવા મળતા તેમના વિરૂદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નવા વાઘપરા પી. એચ. સી. સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. ખુશ્બૂ મિશ્રાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આઈ.પી.સી કલમ 269,270,271,188 તથા એપેડેમીક એક્ટ 1897 ની કલમ 3 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો અને આ બંને ઇસમોને રાજપીપળા ખાતેે આવેેેલ કોવિડ 19 હોસ્પિટલમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ બાબતે જીલ્લા આરોગ્ય વિભાગ નુ કડકવલણ છે જેમને સેલ્ફ હોમ કવોરેનટાઇન કરાયા છે જો તે ઉલ્લંધન કરસે તો કાયદકીય કાર્યવાહી હાથ ધરી સરકારી કવોરેનટાઇન સેન્ટરોમા મુકાસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here