નર્મદા : હિન્દુ અને ઇસ્લામિક ધર્મમાં સૂર્યગ્રહણનુ મહત્વ… ઇસ્લામ ધર્મમાં સૂર્યગ્રહણ એટલે “કુસુફે શમસ “

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

બન્ને ધર્મોમા દાન પૂણ્ય અને પ્રાર્થના (નમાઝ) નો સવિશેષ મહત્વ

900 વર્ષ પછી સદીનો સહુથી મોટો સૂર્યઞરહણ આકાશમા જોવાં મળ્યો

સદીની સહુથી મોટી ખગોળીય ઘટના આજરોજ આકાશમા સર્જાતી જોવા મળી હતી. 900 વર્ષના લાંબા ગાળા પછી 5 કલાક 49 મિનિટ સુધીનો સૂર્યગ્રહણનો અદભુત નજારો રિંગ ઓફ ફાયર જેવો આકાશમા સર્જાતા કુતુહલવશ લોકોએ નિહાળ્યો હતો.
સૂર્યગ્રહણની ઘટના પ્રકૃતિ સાથે જોડાયેલ હોવાનું હિન્દુ અને ઇસ્લામિક બન્ને ધર્મોમા સ્વિકાર્ય હોવાનું સાબિત થયેલ છે.
હિંદુ સંસ્કૃતિમા સૂર્યગ્રહણની ઘટનાને અશુભ માનવામાં આવે છે, સૂર્યગ્રહણ સર્જાય તો ગ્રહણ કાળમા પૂંજાપાઠ કરવા, મંત્રોજાપ કરવા, ગરીબોને દાનપુણ્ય કરવું, ગંગાજળથી સ્નાન કરવું અને ઇશ્વરીય પ્રકોપથી બચવાનો મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે.
જયાંરે ઇસ્લામ ધર્મમા પણ સૂર્યગ્રહણની ખગોળીય ઘટનાને અલ્લાહના પ્રકોપરૂપ માનવામાં આવેલ છે. ઇસ્લામ ધર્મમા ફિકાહના પુસ્તકોમાં સૂર્યગ્રહણને “કુસુફે શમસ” કહેવામાં આવેલ છે. આકાશમાં આવી ઘટના જોવા મળે તો તે ઇશ્વરીય શકિત હોવાનું એક ઉદાહરણ પુરૂ પાડે છે, અને દરેક કાર્ય ઘટના ઉપર સર્વશક્તિમાન અલ્લાહ( ઇશ્વર ) હોવાની સાબિતીના પ્રતિક સમાન હોય છે. સૂર્યગ્રહણ વખતે ઇસ્લામ ધર્મમા પણ સ્કોર આપવાનો ( દાન ) નો મહિમા જણાવવામાં આવેલ છે, આ ઉપરાંત નમાઝ પઢી ઇશ્વર (અલ્લાહ ) પાસે દુઆ માંગવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.
આમ હિન્દુ અને ઇસ્લામિક બન્ને ધર્મો મા સૂર્યગ્રહણ એટલે કુસુફે શમસ ની ધટના ને સ્વિકાર્ય ગણવામાં આવેલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here