નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના જ ઞોરા ધામમાંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ચકચાર…

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

જીલ્લાના ઓરેન્જ ઝોનમાથી ગ્રીન ઝોનમા જવાનાં ઓરતા અધુરા રહયા…

નર્મદા જિલ્લામા સત્તર-સત્તર દિવસ સુધી સબ સલામત રહયા બાદ આજરોજ ઞોરા ગામ ખાતેથી કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો

વિશ્વ પ્રસિધ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નાજ ગોરા ગામ ખાતે થી આજરોજ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

એકતરફ નર્મદા જિલ્લા નો ઓરેન્જ ઝોન મા સમાવેશ થયાં બાદ છેલ્લા 17 દિવસ જીલ્લા માટે શુભ રહયા અને કોરોના નો કહેર સર્વત્ર વરતાય રહયો છે એ વચ્ચે નર્મદા જિલ્લા વાસીઓ સહિત વહીવટીતંત્ર જો 21 દિવસ સુધી કેસ નહી નોંધાય તો જીલ્લા ને ઓરેન્જ માથી ગ્રીન ઝોન જાહેર કરાશે એવી આસા અપેક્ષા રાખી રહ્યું હતું તયાજ આજરોજ ઞોરા ગામ ખાતે થી એક યુવાન કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત આરોગ્ય વિભાગ ના એપેડેમીક ઓફિસર ડો કશ્યપ દ્વારા કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લો 23 મી એપ્રિલ ના રોજ કોરોના મુક્ત જાહેર થયો હોય ને 21 દિવસ સુધી કેસ નહી નોંધાય તો ગ્રીન ઝોન જાહેર થસે એમ લાગી રહયુ હતુ પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ આવેલા ગોરા ગામ નો 26 વર્ષ નો યુવાન તબીબી ચકાસણી દરમિયાન કોરોના પોઝિટિવ મળી આવેલ છે. જેથી જિલ્લા ના ગ્રીન ઝોન મા જવાનાં સવપન અધુરા રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here