નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનો SRP કેમ્પ કોરોનાના ભરડામાં…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા SRP જવાનોના ત્રણ દિવસમાં 6 જવાનો કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય હેડ કવાર્ટર ગણાતા કેવડીયા કોલોની ખાતે વહીવટદારની કચેરી પાસે જ આવેલા SRP કેમ્પના સુરત ખાતે બંદોબસ્તમા ગયેલા જવાનો ઉપરા-છાપરી કોરોનાના ભરડામા સપડાઇ રહયા હોય સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે .
કેવડીયા કોલોની ખાતેના SRP ગ્રુપના જવાનો 7મી જુનના રોજ સુરત ખાતેથી કેવડીયા કોલોનીના પોતાના કેમ્પ ખાતે પરત ફર્યા હતા. આ જવાનોના વારા ફરતી કોરોના પોઝિટિવના ટેસ્ટીંગ સેમ્પલ લેવાઇ રહયા છે. છેલ્લા બે દિવસથી બે જવાન કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે ત્યારે નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ જીલ્લામા કુલ 38 સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવાયા હતા જેમાંથી SRP ના 4 જવાનોના સેમ્પલ પોઝિટિવ નિકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. સાથે-સાથે SRP ગ્રુપમા ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે .
આજરોજ કોરોના પોઝિટિવ જાહેર થયેલા જવાનો મા (1) વિરસીગભાઈ જાનીયાભાઇ વસાવા (2) સુરેશભાઈ શનાભાઈ બારીયા (3) રાહુલભાઈ કરશનભાઈ બારીયા અને (4) પ્રહલાદભાઈ પાચનભાઇ પરમારનો સમાવેશ થાય છે.

આ તમામ જવાનો સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા હતા, જેઓ કોરોનાની ઝપેટમાં આવ્યો હોવાનું બહાર આવતાં હજુ પણ ગભરાટ અને ભયનો માહોલ SRP ગ્રુપમા ફેલાયેલો છે.
કોરોના પોઝિટિવ તમામ જવાનોને રાજપીપળાના કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા સારવાર હેઠળ દવાખાનામાં દાખલ દર્દીની સંખ્યા 15 ઉપર પહોંચી છે ,જયારે નર્મદા જીલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યામા સતત વધારો થતાં 38 ઇસમો કોરોના પોઝિટિવ તરીકે નોધયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here