નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયાનો SRP જવાન કોરોનાની ઝપેટમાં

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સુરત બંદોબસ્તમા ગયેલ કેવડીયા કોલોની ગ્રુપ SRP નો જવાન કોરોના પોઝિટિવ નીકળતા તંત્રમા ભારે દોડધામ

નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 34 પર પહોંચી

વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના હેડકવાર્ટર ગણાતા કેવડીયા કોલોનીના SRP ગ્રુપમા ફરજ બજાવતો જવાન કોરોના પોઝિટિવ નીકળતા તંત્રમા ભારે દોડધામ મચી હતી, અને આ સાથે જીલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 34 ઉપર પહોંચી છે.

મળતી માહિતી અનુસાર કેવડીયા કોલોની ખાતેની SRP ગ્રુપમા ફરજ બજાવતો દિનેશ એન.બારીયા પોતાની ફરજ બજાવવા માટે સરકાર દ્વારા સુરત ખાતે મોકલવામા આવેલ જયા બંદોબસ્તની ફરજ બજાવતો હતો. આ જવાન 7 મી જુને સુરત ખાતેથી કેવડીયા કોલોની પરત ફર્યો હતો. પરત ફર્યો એ બાદ એને તકલીફ થતાં ગતરોજ એના સેમ્પલ લેવાયો હતો જેનો રિપોર્ટ આજરોજ આવતા SRP જવાન કોરોનાની ઝપેટમાં આવ્યો હોવાનું બહાર આવતાં SRP કેમ્પ સહિત તંત્ર મા ભારે દોડધામ મચી હતી.
ગતરોજ આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 17 ઇસમોના જ સેમ્પલ લેવાયેલા હતા જેમાં એક કોરોના પોઝિટિવ નીકળતા નર્મદા જિલ્લા માટે ચિંતાનો વિષય બનેલ છે. આ કેસ સાથે જીલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા 34 ઉપર પહોંચી છે જે પૈકી 10 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે,જયારે 24 દર્દી સાજા થઈ પોતાના ધરે પહોંચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here