નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત 6 ગામોના પશ્રે રાજભવનનો પત્ર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગામોમા લેન્ડ ઇકવિજેશન અને સર્વેની કામગીરી બંધ કરવા માટેની કરાયેલ માંગ

નર્મદા કલેક્ટર , જીલ્લા પોલીસ વડાને રાજ્યપાલના સેક્રેટરીએ પત્ર લખી ઘટતુ કરવાના આદેશ આપ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત 6 ગામના પશ્ર તેમની જમીન ઇકવિજેશન અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા હાથ ધરાઇ રહેલ સર્વેની કામગીરીને બંધ કરવાની માંગ સાથે ગુજરાતના રાજયપાલને આદિવાસી આગેવાનોએ ઇમેલ કર્યા હતા.

આદિવાસી આગેવાનો સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલા ઇમેલ ની યોગ્ય તપાસ કરી ધટતુ કરવાની કાર્યવાહી હાથ ધરવા રાજભવન ના અંડર સેક્રેટરીએ નર્મદા કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા નર્મદા ને ધરતી કાર્યવાહી હાથ ધરવાના આદેશ જારી કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજભવનની સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના 6 અસરગ્રસ્ત ગામની સમસ્યાના મામલે પ્રવેશ થતાં આ 6 ગામના આદિવાસી અસરગ્રસ્તો કે જેઓ દાયકા ઓથી પોતાના બાપ દાદાના જમાનાની જમીનો માટે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે તેમને થોડી આશા બંધાઇ હતીં કે હવે સર્વેની કામગીરી બંધ થશે. પરંતુ આજરોજ લીમડી અને બારફળીયા ખાતે ફેન્સીંગ સર્વેની કામગીરી પોલીસના બંદોબસ્ત સાથે શરું કરી દેવામાં આવેલ છે , જેથી આદિવાસી સમાજ તેના વિરોધમાં પોતાના ઘરોમાથી બહાર નીકળી આવ્યો હતો, અને નિગમ દ્વારા થતી ફેન્સીંગની કામગીરી સામે વિરોધ દરશાવયો હતો.

ગ્રામ પંચાયતો અસ્તિત્વમા હોવા છતાં જાણ કરાતી નથી : સરપંચ લીમડી

કોરોનાની મહામારી ચાલી રહી છે લોકડાઉનના સરકારી આદેશ છે એ વચ્ચે જ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આદિવાસીઓની જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની કામગીરીનો વિરોધ આદિવાસી સમાજના 6 ગામના અસરગ્રસ્ત કરી રહ્યા છે. કાયદાનો હવાલો આપતા લીમડી પંચાયતના સરપંચએ જણાવ્યું હતું કે પેસા એકટના ઉલ્લંધન થઇ રહયા છે, પંચાયતને કોઈ કામગીરીની જાણ જ કરવામાં આવતી નથી, નર્મદા કલેક્ટરમા રજુઆતો છતાં નિરાકરણ આવતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here