નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્તોએ ભાજપા સહિત કોગ્રેસના નેતાઓને પણ લપેટામાં લીધા…

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ(રાજપીપલા)

કેવડિયા મુદ્દે આદિવાસીઓ પર અત્યાચાર થાય છે પરંતુ ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓનો અભેદ મૌન..!!?

આદીવાસી MP-MLA કેવડિયાના મુદ્દા પર તમે ચુપ કેમ..? શું આદીવાસીઓનો વિનાશ નથી દેખાઇ રહ્યો..!!

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની આસપાસ વસવાટ કરતા 6 ગામના આદિવાસી ઓનો પોતાની માગણીઓ માટે સરકાર સાથે લાંબા સમયથી સંધર્ષ ચાલતો આવ્યો છે, સરકાર દ્વારા તેમના પુનઃવસવાટ માટેની અનેક ઓફર આપવામાં આવી છે , છતાં મુળ ભુમી સાથે લગાવ ધરાવતા પોતાના વિસ્તારની જ પરંપરાઓ અને સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા માગતા આ 6 ગામના આદિવાસીઓ સરકારની હિતકારી ઓફરો પણ ઠુકરાવી દેતા,અવાર નવાર સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ ,પોલીસ વિભાગ સાથે સંધર્ષ થતાં હોય છે.

બે દિવસ પૂર્વે જ કોરોના પોઝિટિવ કેસ વાળા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલ એવા ગોરા ગામમા આદિવાસીઑની જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કામગીરી શરું કરાતા મામલો બિચકયો હતો સરપંચ શાંતિલાલ તડવી અને અન્ય ઈસમોએ કામગીરીનો વિરોધ કરતા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલ હોય કામગીરી બંધ કરવામા આવી હતી.

આ પશ્ર આટલેથી જ અટકતું નથી આજે નહી તો કાલે કામગીરી પુનઃશરુ થસેજ આ વાતને આ વિસ્તારનો આદિવાસી સમાજ ભલીભાતી રીતે જાણે જ છે, ત્યારે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા હવે આ સમાજ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતાના જ સમાજના રાજકીય આગેવાનો, સાંસદ સભ્યો, ધારાસભ્ય , સહિત સંગઠનના નેતાઓને લપેટમાં લઇ તેમની સામે તેઓ વિપદા, મુસીબતના સમયે કયાં ગાયબ થઇ ગયા છો, સમાજની લાગણી હોય તો આગળ આવી મદદની ગુહાર કરી છે અને સાથો-સાથ મદદરૂપ નહીં થવા મજબુરી હોય તો રાજકારણ જ છોડી દેવાની રાજકીય નેતાઓને સોશીયલ મિડીયામા વાયરલ મેસેજ કરી સલાહ આપી છે.

ગણપત વસાવા (કેબિનેટ મંત્રી )તમે ક્યાં છો ?
મનસુખભાઇ વસાવા (સ્થાનિક સાંસદ)તમે ક્યાં છો ?
હર્ષદભાઈ વસાવા ( અનુસૂચિત જનજાતિ આયોગ – સભ્ય) તમે ક્યાં છો ?
શબ્દશરણભાઇ તડવી ( પૂર્વ મંત્રી) તમે ક્યાં છો ?
ગીતાબેન રાઠવા (સ્થાનિક સાંસદ સભ્ય) તમે કયાં છો ?
પિ.ડી વસાવા (સ્થાનિક ધારાસભ્ય) તમે કયાં છો ?
મોતીભાઈ વસાવા (પૂર્વ મંત્રી) તમે ક્યાં છો ?
ડો. દર્શનાબેન દેશમુખ તમે ક્યાં છો? ( ભાજપ આદિવાસી મહિલા મોર્ચા ના રાષ્ટ્રીય અગ્રણી) તમે ક્યાં છો?
ભારતીબેન તડવી ( મહિલા આયોગ ના પૂર્વ અધ્યક્ષ) તમે ક્યાં છો ?
કિરણ ભાઈ વસાવા (જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા) તમે ક્યાં છો?
હરેશભાઇ વસાવા(કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી) તમે કયાં છો ?
આદિવાસી ઓ ના હિતેચ્છુ ઘનશ્યામભાઈ પટેલ ( નર્મદા સુગર -દૂધધારા ડેરી -ચેરમેન) તમે કયાં છો ?

આમ તમામ નેતાઓના નામ જાહેર કરી તેમને ખુલ્લા પશ્રો પૂછાયા છે
નર્મદા જિલ્લા ભાજપના આદિવાસી નેતાઓ તમે ક્યાં છો ?? તમારી સરકારે જ લારી ગલ્લા આપ્યા અને તમારી સરકારના સરકારી અધિકારીઓએ આદિવાસીઓના પેટ પર લાત મારી માત્ર રાજનિતી જ કરશો ?? કે તમારી સરકાર વિકાસના નામે આદિવાસી ઓ નો વિનાશ કરી રહી છે જે અંગે તમારી પાર્ટીમા રજૂઆત કરસો ??? એવી માગણી આદિવાસી સમાજમા પ્રબળ બની રહી છે.

સમાજની થોડી પણ લાગણી હોય તો રજૂઆત કરો યા બોલો અને જાે પાર્ટીની બીક લાગતી હોય તો રાજીખુશીથી રાજીનામાં આપો અને ઘરે બેસી રહો આદિવાસી સમાજને હવે તમારે જવાબ આપવાનો છે યાદ રાખજો તમે આદિવાસીના નામ પર અનામતની સીટના આધારે ચુંટાયેલા છો.
આ મતલબનું સોશીયલ મિડીયામા વાયરલ મેસેજ ફરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત 6 ગામના પશ્રે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા જો આ નેતાઓ આદિવાસીઓની તરફે ઝુકાવસે તો સરકાર સાથે સીધી વાતચીત કરીને સમસ્યાનુ નિરાકરણ પણ આવી શકે છે. નહિતર સમસ્યા વિકટ બનવાની શકયતાઓને પણ નકારી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here