નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગોરા ગામને કોરેનટાઇલ ઝોન જાહેર કરી SSNL દ્વારા થતી ફેન્સીંગની કાર્યવાહી સામે રોષ…

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ

ગામ લોકોના અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો અને બહારના મજદુરો મોકલી થતી જમીન ફરતે ફેન્સીંગની કામગીરી

ગોરા ગામમા સંપુર્ણ પણે લોકડાઉનના અમલ વચ્ચે મજદુરોને કામ કરવાની પરવાનગી કોણે આપી..!!?

ચોમાસું આવતું હોય ગામ લોકોને છાપરાના નળિયાં ગોઠવવા નથી દેતાં અને બેરોકટોક ફેન્સીંગની કામગીરી :- સરપંચ શાંતિલાલ તડવી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ઞોરા ગામ ખાતેથી કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ચકચાર મચી જવા સાથે સમગ્ર ગોરા ગામ સાથે આસપાસના નાના પીપરીયા , મોટા પીપરીયા અને વસંતપરા ગામોને કોરેનટાઇલ ઝોન અને બફર ઝોન જાહેર કરાયા છે,અને અવરજવર સહિત અન્ય પ્રતિબંધો લગાવ્યા છે, ત્યારે આ વિસ્તારમાં સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્ત 6 ગામના આદિવાસી ઓનો પોતાની જમીનો ઉપર સરકાર દ્વારા કબજો કરવા ફેન્સિંગ કરાતું હોવાના આરોપ સાથે SSNL સાથે વર્ષોથી આદિવાસીઓનો સંધર્ષ ચાલતો આવ્યો છે.

ત્યારે જ ગોરા ગામ ખાતે કોરોના પોઝિટિવ કેસ મળી આવતા સમગ્ર ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ જેથી કફોડી હાલતમા ગ્રામજનો મુકાયા હતાં ,એક તો કોરોનાનો કેસ થવાથી પ્રતિબંધો મૂક્યા અને વળી પાછું જે 6 ગામ લોકોની સમસ્યા SSNL સાથે ચાલી આવી રહીં છે તેમાનુ જ ગોરા એક ગામ.

ગોરા ગામના લોકો પોતાના ઘરોમાજ બંધ હતા બહાર કોઇના નિકળવા અને ગામમાં કોઇને આવવા પર પ્રતિબંધ છે તેવામાં જ ગામની જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અચાનક જ કામગીરી શરું કરી દેવામાં આવી કોન્ટ્રાકટર સાથે પોલીસ આવી અને ફેન્સીંગની કામગીરી શરુ કરી દેવામાં આવતા ગામના સરપંચ શાંતિલાલ તડવી અને અન્ય ઈસમો એ ઇન્ક્વાયરી કરતા તેઓને ગોળગોળ જવાબ અપાયા એકબાજુ આખુ ગામ કોરોના પોઝિટિવ કેસ ગામમાંથી મળી આવતા કોરેનટાઇલ હતો ગામમા અવરજવર પર પ્રતિબંધ હતો અને એજન્સી મારફત કામગીરી શરુ કરી દેવામાં આવી સરપંચ દ્વારા પુછવામાં આવ્યુ આખું ગામ બંધ છે કોરોનાનો કેસ ગામમાંથી મળી આવેલ છે તમે કેમ કામગીરી કરી રહ્યા છો..!! કોની પાસેથી પરવાનગી મેળવી આ સવાલોના કોઈજ જવાબ પોલીસ કે એજન્સી પાસે નહોતા.

તેમ છતાં આજરોજ સવારના પોલીસ પ્રશાસનના જોડે કોન્ટ્રાક્ટર દ્વારા બહારગામના મજૂરો સાથે ગોરા ગામમાં ફેન્સીંગ માટેના થાંભલા રોકવાનો કાર્ય ચાલતું હતું…જેથી ત્યાંના સરપંચ શ્રી શાંતિલાલ ભાઈ તડવી અને અન્ય ગામ લોકો દ્વારા તેમને સવાલ કરાયા , કામકાજ કરવાની પરવાનગી ગામમા કોરોનાનો કેસ હોવા. છતા તમને કોણે આપી સરપંચ દ્વારા કલેકટરશ્રી ને 11 તારીખનો આવેદન આપ્યું હોવા છતાં તેનો કોઈ પણ જવાબ ગ્રામજનોને મળેલ નથી બળજબરીપૂર્વક ગામમાં કામ કરાવી રહ્યા છે તેમ કલેકટરશ્રી ને ફોન પર વાત કરીને પણ જણાવ્યું.
જેની સાથે તપાસ કરાવતા ત્યાં પોલીસ અધિકારી દોડી આવ્યા અને મામલો ઠંડો પાડવાની કોશિશ કરી પરંતુ સરપંચ શ્રી ન માનતા વહીવટદારને પણ ફોન કરવામાં આવ્યો, જેથી વહીવટદારે જણાવ્યું કે એ એરિયામાં ફેન્સીંગ કરવા માટે નો કોઈ પણ ઓર્ડર આપણા પાસે નથી એને તેઓ તે કામકાજ અડધુ જ મૂકી ચાલ્યા ગયા…

તો આ બધું પોલીસ અધિકારી સામે જ દેખરેખમાં થઈ રહ્યું હતું અને અધિકારીઓને ખબર હોવા છતાં કોરોના ગસત ગામ મા કામગીરી કોના આદેશ થી શરૂ કરી હતી તે તપાસ નો વિષય બનેલ છે, કલાકો સુધી કાર્યવાહી ચાલુ રાખી હતી તેનો જિમ્મેદાર કોન અને તેના વિરુદ્ધ કોઈ પોલીસ અધિકારી કે કલેકટરશ્રી પગલાં લેશે કે નહીં..? આ માગણી ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here