નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના 6 ગામ અસરગ્રસ્તોના મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઝુકાવ્યું…

રાજપીપલા (નર્મદા)
આશિક પઠાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન વિધેયક 2019 અંતર્ગત જમીનો પડાવ્યાના આરોપ સરકાર પર લગાવ્યા…

વડાપ્રધાને કોરોનાથી બચવા સોશીયલ ડિસ્ટન્સીંગની વાત કરી આદિવાસીઓ સાથે દાયકાઓથી અન્ય સમાજો સોશીયલ ડિસટનસીંગ રાખવામાં આવી રહયું છે

રાજ્યપાલને પત્ર લખી 31 મે સુધી સમસ્યાનો અંત લાવવાની માગણી સાથે અંત નહીં આવે તો આંદોલનની ચીમકી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત 6 ગામના આદિવાસી ઓનો પોતાની જમીનો ઉપર કોરોનાના કહેર વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કબજો કરવા ફેન્સિંગ કરાતું હોય આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઑ ફેન્સીંગનો વિરોધ કરી રહ્યા છે,જયારે સરકાર મકકમ વલણ અપનાવી રહી છે,આ મામલામાં આદિવાસી સમાજ અનેક વાર દેખાવો, આદોલનો ,રજુઆતો કરી ચુક્યો છે છતાં સરકાર તમામ અસરગ્રસ્તોને વળતર જેતે સમયે ચુકવાયા હોવાનું જણાવી હાલમા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વસવાટ કરતા તમામ પરિવાર માટે વિશિષ્ટ પેકેજ આપવા તૈયાર છે છતાં મામલો પેચીદો બનતો જાય છે આદિવાસી પોતાની જમીનો છોડવાની તૈયારીમા નથી જયારે સરકાર ડેવલપમેન્ટ કરવાના નિર્ધાર સાથે મક્કમ છે.
છેલ્લા થોડાક દિવસોથી સટેચયુ ઓફ યુનિટી પાસેના વાધડીયા, લીમડીના વિસ્તારમાં સરકારી અધિકારીઓ દ્વારા સંપાદિત જમીનના ફેન્સીંગનુ કામ ચાલતુ જેનો વિરોધ કરવા આદિવાસીઓના ટોળેટોળા માર્ગ પર ઉતરી આવ્યા હતા પોલીસ મથકમાં હલ્લો મચાવ્યો હતો.

હવે આ મામલામાં કેવડીયા કોલોનીના આદિવાસીઓની પડખે વાસદાના ધારાસભ્ય અનંત પટેલે ઝુકાવ્યું છે તેઓએ રાજયપાલિકા ને ઉદ્દેશી આવેદનપત્ર લખ્યુ છે જેમા આદિવાસીઓને બંધારણીય જોગવાઇ મુજબ જે હક્કો મળ્યા છે, સુપ્રિમ કોર્ટના અનેક આદેશ તેઓએ તેમના આવેદનપત્ર મા ટાંકી ,ગ્રામ સભા ઓના અધિકારો સહિત પૈસા એકટ થી મળેલ જોગવાઈઓ ની વાત કરી નર્મદા જીલ્લા ના કેવડીયા કોલોનીના વિસ્તાર માંસટેચયુ ઓફયુનિટી સંલગ્ન યોજનાઓ સરદાર સરોવર નર્મદા બંધ,ઉકાઇ ડેમ, દિલ્હી મુંબઇ કોરીડોર જેવી યોજનાઓને અમાનવીય તરીકે વર્ણવી આ યોજનાઓ થી આદિવાસી ની સંસ્કૃતિ, પ્રાકૃતિક સંપર્ક, અસ્મિતા ને દાન કરી દેવામાં આવી હોવાનું જણાવી ધારાસભ્ય અનંત પટેલે આદિવાસીઓની સંપદાઓ લુંટી ધનિકો ને લહાણી કરવામાં આવી રહી હોવાનું આરોપ સરકાર પર લગાવ્યો હતો.

આદિવાસીઓજારો આ દેશ ના મુળનિવાસી છે, છતાં તેઓ સાથે આઝાદી ના 72 વર્ષ પછી પણ દ્વેષ ભાવ થતો હોવાનું પણ આવેદનપત્ર મા જણાવી, કોરોના ના કહેર વચ્ચે વડાપ્રધાન દ્વારા આજે સોશીયલ ડિસટનસીંગ ની વાત જે કરવામાં આવી છે પરંતુ આદિવાસી સમાજ આ સોશિયલ ડિસટનસીંગ વર્ષો થી સહન કરતુ આવ્યા નુ પણ જણાવ્યું હતું.

રાજયપાલિકા ને ઉદ્દેશી લખાયેલા આવેદનપત્ર મા 31 મી મે સુધી કેવડીયા કોલોનીના વિસ્તાર ની સમસ્યાઓના નિરાકરણ જો નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી પણ ધારાસભ્ય અનંત પટેલે આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here