નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અસરગ્રસ્ત આદિવાસીઓના મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં…કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

તાર ફેન્સીંગ દુર કરવા સહિત આદિવાસીઓને તેમની જમીનો પરત આપવા રાજયપાલને લખાયેલા આવેદન પત્રમા માંગ

નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ડૉ કિરણ વસાવાની આગેવાનીમાં આજરોજ મહામહિમ રાજ્યપાલ-ગુજરાતને સંબોધીને નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામા આવ્યું હતુ.

આવેદન પત્રમા જણાવવામાં આવ્યું છે કે “બંધારણની 5 મી અનુસૂચિ વિસ્તારમાં રાજ્યની કારોબારી સત્તાઓ માત્ર અનુસૂચિને અનુરૂપ જ હોઈ શકે. રાજ્યની સ્વતંત્ર સત્તા આ વિસ્તારમાં હોઈ શકે નહીં.

માટે આ વિસ્તારમાં આદિવાસી સમાજના રીત રિવાજો અનુરૂપ જ સરકારે વર્તવાનું હોય છે. સાથે મહામહિમ રાજ્યપાલ શ્રી 5મી અનુસૂચિના રખેવાળ હોવાથી તેમણે માત્ર ઘટતુ કરવાના આદેશ આપવાની જગ્યાએ ખાસ જાહેરનામાઓ બહાર પાડીને સ્પષ્ટ આદેશો આપવા જોઈશેનુ આવેદન પત્રમા જણાવવામાં આવેલ.

વિવિધ માગણીઓ કરતાં આવેદનપત્રમા જણાવ્યા અનુસાર
(1) સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન અધિનિયમ 2019 રદ કરવામાં આવે.
(2) હાલ 6 ગામોનું જે તાર ફેંસિંગ કરવામાં આવેલું છે તે દૂર કરવામાં આવે..
(3) ગ્રામ સભાઓની સત્તાઓને સરકાર તેમજ સ્થાનિક અધિકારીઓ સ્વીકારે અને પોલીસ તંત્ર દ્વારા માત્ર IPC અને CrPC નો આધાર લઈને સ્થાનિક લોકો પર જે દમન કરવામાં આવે છે તેની જગ્યાએ આદિવાસીઓની રૂઢિ અને પરંપરાઓનું પણ ધ્યાન રાખવામાં આવે એવું ખાસ વટહુકમ બહાર પાડવામાં આવે.
(4) બંધારણની અનુસૂચિ 5 ના વિસ્તાર માં થયેલ ગૈર બંધારણીય બાંધકામ, જમીન હસ્તાનતરણ અને અતિક્રમણ દૂર કરવામાં આવે.
(5) કોઈ પણ કારણ સર આ વિસ્તારમાં કોડીના ભાવે સરકારે જમીનો લઈ લીધેલ છે તે પાછી મૂળ માલિકને આપવામાં આવે.

ઉપરોક્ત તમામ માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આવતા સમયે આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતે ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ કરાશેની ચીમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here