નર્મદા : સેલંબાના વેપારી દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં ૧,૧૧,૧૧૧/- નો ચેક એનાયત કરવામાં આવ્યો….

સેલંબા,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ

સેલંબાના વેપારી , જૈન સમાજ ના અગ્રણી અને સાધુ માર્ગી જૈન સંઘ ના અધ્યક્ષ શ્રી પુખરાજ સગતમલ ચોપડા (જૈન) નો માનવતાવાદી અભિગમ…

કોરોના વાયરસ સામેની લડતમાં મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાં રૂા. ૧,૧૧,૧૧૧ /- નું યોગદાન: જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી સાહેબશ્રીને ચેક એનાયત કર્યો

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી ફેલાયેલી છે, ત્યારે દેશ અને ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત રહ્યું નથી. આપત્તિના આ સમયે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં સેલંબા ગામના વેપારી , જૈન સમાજ ના અગ્રણી અને સાધુ માર્ગી જૈન સંઘ ના અધ્યક્ષ શ્રી પુખરાજ ચોપડા , જવરીલાલ જૈન અને દિલીપકુમાર પુખરાજ ચોપડા તરફથી માનવતાવાદી અભિગમ અપનાવી લોક ડાઉન ના શરૂઆતમાં 225 કીટ સેલંબા અને ક્નખાડી ગામે વહેચણી કરી હતી અને આજ રોજ સોમવાર ને જરૂરી મદદ મળી રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના રાહતનિધી ફંડમાં રૂા.૧,૧૧,૧૧૧ /- અંકે… એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા નો ચેક આજે રાજપીપલા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી સાહેબ શ્રી ના હસ્તે એનાયત કરી માનવતાનો હિત માં કાર્ય કર્યો છે .
જૈન સમાજ હંમેશાં માનવતાના હિત માં કાર્ય કરતા રહ્યા છે . આજે પણ સમસ્ત જૈન સમાજ ભગવાન મહાવીર ના અહિંસા ના પથ પર ચાલે છે એનું ઉદાહરણ આજે જૈન સમાજ ના અગ્રણી શ્રી પુખરાજ ચોપડા માનવતા નો ધર્મ નિભાવી કરી બતાવ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here