નર્મદા : સૂફી સંત હજરત ખ્વાજા ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું…

તિલકવાડા,(નર્મદા)
આશિક પઠાણ

ગત રોજ તિલકવાડા ખાતે ખ્વાઝા મોઇનુંદ્દીન ચીસ્તી વિસે અભદ્ર ભાશાનો પ્રયોગ કરનાર ન્યૂઝ 18 ઈન્ડિયાના એન્કર અમિસ દેવગન સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તિલકવાડા તાલુકાના મેવાસના મુસ્લિમ સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે
ન્યૂઝ 18 ઇન્ડિયાના એન્કર અમિસ દેવગણ દ્વારા ભારત દેશની અખંડતા અને સૌહાર્દ તોડવાના બદ ઈરાદાથી આયોજન પૂર્વક ષડ્યંત્ર રચીને ખ્વાઝા મોઇનુંદ્દીન ચીસ્તી (ર.અ.) વિસે અભદ્ર અને અશોભનીય ભાશાનો ઉપયોગ કરી દેશમાં મુસ્લિમ ધર્મની લાગણી દુભાવી છે અને સમાજમાં બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના પ્રયત્નો કરવામાં આવેલ છે જ્યારે ખ્વાઝા મોઇનુંદ્દીન ચીસ્તી (ર.અ.) વિશ્વ વિખ્યાત સૂફી સંત છે તેમની દરગાહ દેશવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે જ્યાં દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો તેમજ પોલિટિકલ લીડર નેતા અભિનેતા અમીર-ગરીબ સર્વે પુરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે હાજરી આપે છે તેમજ દરગાહ ઉપર પણ કોઈ પણ નાત જાતનો ભેદ ભાવ રાખવામાં આવતો નથી આવા સૂફી સંત માટે ઈરાદા પૂર્વક અભદ્ર ભાષાનો ઉપયોગ કરી દેશ વાસીઓની લાગણી દુભાવીને બે સમાજ વચ્ચે મતભેદ ઉભા કરનાર ન્યૂઝ 18 ઇન્ડિયાના એન્કર અમિસ દેવગણ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે માટે તિલકવાડા ખાતે મેવાસ મુસ્લિમ સમાજના હોદ્દેદારો તથા મુસ્લિમ સમાજના આગેવવાનો તેમજ જિલ્લાના તમામ મુસ્લિમોની લાગણી અને માંગણી સાથે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ (એ.એમ.પરમાર) ને અરજી આપવામાં આવી છે સાથે જ તિલકવાડાં મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ન્યૂઝ 18 ઇન્ડિયાના એન્કર અમિસ દેવગણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એવી મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here