નર્મદા : સાંસદ મનસુખ વસાવાની જિલ્લાના અધૂરા કામો શરૂ કરવા મુખ્યમંત્રીને રજુઆત

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

મુખ્યમંત્રીને પત્ર લખી સિંચાઈ, રોડ, પીવાના પાણીની અધૂરી યોજનાઓ લોકડાઊનમાં શરૂ કરવાની માંગ

અધૂરા પડેલા કામો શરૂ થાય તો લોકોને હાડમારી વેઠવી ન પડેની પત્રમાં ખાસ ટિપ્પણી

નર્મદા અને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા લોકડાઉન વચ્ચે પણ સામાન્ય જન માણસની સમસ્યાના ઉકેલ માટે કટિબદ્ધ બન્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને તેમના સઁસદીય મત વિસ્તારમાં લોકડાઉનના લીધે જે યોજનાઓ અધૂરી અને બન્ધ પડી છે તેને અગ્રતા આપી શરૂ કરવાની માંગ કરી છે.

નર્મદા અને ભરૂચ જિલ્લામાં બે ત્રણ ગામડાઓને બાદ કરતા કોરોનાના કેસ બીજે નથી ત્યારે ગામડા ઓને લગતી વિકાસની યોજનાઓ આગામી દિવસોમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી શરૂ કરવાની રજુઆત કરી છે, જેમાં શાળાના ઓરડા, ગરીબ લાભર્થીના આવાસો, પીવાના પાણીના પ્રોજેક્ટ શરૂ કરવા જોઈએ.

આ ઉપરાંત કરજણ ડેમની નહેરોનું સમારકામ, કરજણ ડેમ આધારિત નેત્રંગ, વાલિયા, વાડી પાઇપ લાઈન પ્રોજેક્ટ, ઊકાઈ ડેમ આધારિત સાગબારા, ડેડીયાપાડા માટે શુદ્ધ પીવાના પાણીનો પ્રોજેક્ટ, મોવી ચોકડીથી ડેડીયાપાડાનો રાજ્ય ઘોરી માર્ગનુ કામ, આ ઉપરાંત રાજપીપલાથી અંકલેશ્વરનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે તેનું કામ. બાકી રહેલા આ કામો લોકડાઉનના લીધે આગળ વધ્યા નથી હવે આવશે ચોમાસાની ઋતુ જેથી આ કામ સતવરે હાથ ધરવાની માંગ સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. જોઈએ હવે તેઓની આ માંગ સરકાર મંજુર કરે છે કે નહીં….!!??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here