નર્મદા : સરદાર પટેલની વિશાળ પ્રતિમા આગળ અવરોધો મૂકાયા રાજપીપલા પાસેના ભદામ ગામને સીલ કરાયું….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ગામમાંથી કોરોના પોઝિટિવ મહિલા મળી આવતા તંત્ર દ્વારા ગામને સીલ કરવાનો નિર્ણય લેવાયો

સમગ્ર ગામ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાતા પોલીસ કાફલો ખડકાયો

ગામમાં કોઈના પણ પ્રવેશવા તેમજ બહાર જવા પર પ્રતિબંધ

રાજપીપલા પાસેના ભદામ ગામમાંથી કોરોના પોઝિટિવ મહિલા મળી આવતા સમગ્ર ગામને સીલ મારી ગામમાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે.

આ બાબતે ભદામ ગામના ડેપ્યુટી સરપંચ નિખિલ પટેલે જણાવેલ હતું કે અમારા ગામનો એક પરિવાર કે જે ઘરની બહારજ નીકળતો નથી તે પરિવારની એક શ્રેયા બેન મહેન્દ્રભાઇ પટેલ નામની મહિલા માત્ર એકજ દિવસ રાજપીપલા ખાતે ગયેલ હતી જેમાં કોરોના પોઝિટિવના લક્ષણો મળી આવ્યા છે. જેથી તકેદારીના પગલાં રૂપ સમગ્ર ગામમાં સીલ મારી દેવાયું છે અને બહારના લોકોના પ્રવેશ ગામના લોકોના બહાર જવા પર પણ મનાઈ ફરમાવાઈ છે.

ભદામ ગામમાં પોલીસનો ચુસ્ત બન્દોબસ્ત ખડકાયો છે, ગામના પ્રવેશ દ્વારેજ આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ નહોતું થયું તે પહેલાની સરદાર પટેલની સહુથી ઊંચી પ્રતિમા આગળ પણ આડસો, અવરોધો મૂકી સમગ્ર ગામના પ્રવેશના રસ્તા બન્ધ કરી દેવાયા છે.

મહિલા કોને કોને મળી ક્યા ગયી હતી તેણી જીણવટ ભરી તપાસ આરોગ્ય વિભાગ આદરી કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here