નર્મદા : વિશ્વ ભરમાં ફાધર્સ-ડે ની ઉજવણી કરાઈ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

111 વર્ષ પહેલાં 1909 મા અમેરિકાના વોશિંગ્ટનમાંથી ફાધર્સ ડે ની ઉજવણી શરૂ થઇ

ફાધર્સ ડે ની ઉજવણી માટે મધર્સ ડે બન્યો પ્રેરણા સ્ત્રોત

સમગ્ર વિશ્વમાં જુન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ ફાધર્સ ડે ની ઉજવણી ક્યારથી શરૂ થઈ અને કેમ શરૂ થઇ એ જાણવું પણ ખુબજ દિલચસપ છે.

પિતા પત્તયે પ્રેમ ,આભાર પ્રગટ કરવા પિતા અને બાળકો વચ્ચે ના સબંધો ને સન્માનિત કરવા વિશ્વ ભરમાં આજનો દિવસ ફાધર્સ ડે તરીકે ઉજવાય છે, જેની પ્રેરણા મધર્સ ડે ઉપરથી લેવામાં આવી છે.
બાળકો માટે પિતા હંમેશાને માટે આદર અને સન્માનને પાત્ર હોય ને પ્રેમ પ્રગટ કરવા માટેનો કોઈ નિશ્રિંત દિવસ નથી પરંતુ અમેરિકાના વોશિંગ્ટનના સ્પોડેંટ શહેરમાં રહેતી સમેરા ડોટ નામની એક યુવતીએ બાળપણમા જ તેની માતાની છત્રછાયા ગુમાવી હતી, માતાના મૃત્યુ બાદ તેનાં પિતાએ તેનો ઉછેર કરી માતા પિતા બન્નેની ફરજ નિભાવી હતી, આ અમેરિકન યુવતીએ પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતાને આપવા તેમના માટેનો પ્રેમ પ્રસ્થાપિત કરવા, પિતાને સન્માન આપવા 1909 મા ફાધર્સ ડે ની ઉજવણી કરી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ વિશ્વ સમક્ષ મુક્યુ હતુ.

ત્યારથી જ સમગ્ર વિશ્વમાં જુન મહિનામાં ત્રીજા રવિવારનો દિવસ ફાધર્સ ડે તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે. પિતા બાળકોના જીવનમાં શિસ્ત, યોગ્ય દિશાનિર્દેશ, માર્ગદર્શન સહિતની તમામ જવાબદારીઓ નીભાવતા હોય બાળકો કાંઈક આ રીતના શબ્દ પ્રયોગથી પિતાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે.

Daddy wish you a very Happy Father’s Day, thank you for giving us all the love and giving us everything your the best daddy we could ask for lots of love to you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here