નર્મદા વન વિભાગે શુરપાણેશ્વર રીંછ અભયારણ્ સહિતના જંગલોમાં રીંછ અને દીપડાની વસ્તી ગણતરી હાથ ધરી

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ત્રણ દિવસ ચાલનારી પ્રક્રિયા બાદ આંકડાકીય માહિતી બહાર પડાશે…

નર્મદા જિલ્લામા પથરાયેલી વનરાજીઓમા અનેક જંગલી પ્રાણીઓ પક્ષીઓ વસવાટ કરતા હોયને જીલ્લામા શુરપાણેશ્વર રીંછ અભયારણ્ પણ આવેલ હોય સમયાંતરે વન વિભાગ દ્વારા જંગલી પ્રાણી પક્ષીઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. લોકડાઉન પહેલા આ પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ પરંતુ સાવચેતીના પગલાં રૂપે સ્થગિત કરવામાં આવી હતી. જેનુ ફરિવાર પ્રારંભ કરાયેલ છે.
ત્રિ દિવસીય વસ્તી ગણતરીમા જીલ્લાના શુરપાણેશ્વર રીંછ અભયારણ્ સહિત અન્ય જંગલોમા રીંછ અને દીપડાની વસ્તી કેટલી છે તે તેમની પગલી, કેમેરાઓ,સહિત અન્ય આધુનિક ટેકનોલોજીની મદદથી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
વન વિભાગના સગાઈ, ગોરા , કેવડીયા , ડુમખલ ,સોરાપાડા ,રાજપીપળા સહિતની રેન્જના વન કર્મચારી ઓને તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવેલ છે અને વસ્તી ગણતરીની કામગીરીમા સામેલ કરવામાં આવ્યા છે. જોકે દીપડાઓની ગણતરી વન વિભાગ માટે એક પડકારરૂપ ગણી શકાય કારણ કે દીપડાઓએ વન વિસ્તાર છોડીને હવે ગ્રામ વિસતારોની વાટ પકડી છે. શેરડીના ખેતરોમા દીપડા વધું પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે વન વિભાગ કેવાં આંકડા બહાર પાડે છે એ જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here