નર્મદા : લોકડાઉન દરમ્યાન કોને-કોને અને કઈ-કઈ શરતોને આધીન મળી છૂટછાટ…!!

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં લોકડાઉન દરમિયાન પ્રજાની હાડમારી ઓછી કરવા કેટલીક શરતોને આધિન રહીને કેટલીક છુટછાટ માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું….

હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19 ના વધુ પ્રમાણમાં કેસો નોંધાયેલ છે. જે અન્વયે કેન્દ્ર સરકારશ્રી ધ્વારા સમગ્ર ભારતમાં તા.૧૪/૦૪/૨૦૨૦ સુધી લોક્ડાઉન જાહેર કરેલ હતું. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ સદરહુ જાહેરનામામાં દર્શાવેલ આમુખ-૩ ની વિગતે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આમુખ-૧ થી કેન્દ્ર સરકાર ધ્વારા લોકડાઉન સમય તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે. આમુખ-૨ ની વિગતે ગુજરાત સરકાર ધ્વારા સમગ્ર રાજ્યમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ તા.૧૫/૦૪/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાકથી તા.૦૩/૦૫/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી બંધ રાખવા જાહેરનામુ બહાર પાડેલ છે. જે બાબતે આમુખ-૧ થી ભારત સરકાર ધ્વારા કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. આ માર્ગદર્શિકાની પારા-૩ ની જોગવાઇઓ મુજબ તા.૨૦/૦૪/૨૦૨૦ થી પ્રજાની હાડમારી ઓછી કરવા માટે કેટલીક છુટછાટ આપવાની જોગવાઇઓ કરેલ છે. નર્મદા જિલ્લામાં ઉક્ત માર્ગદર્શિકા અન્વયે નીચે મુજબની જરૂરિયાતોને અનુલક્ષીને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર. કોઠારીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ કેટલીક શરતોને આધિન રહીને કેટલીક છુટછાટો જાહેર કરી તા.૨૦ મી એપ્રિલ, ૨૦૨૦ થી નીચે મુજબની પ્રવૃત્તિઓ શરૂ કરી શકાશે, તે મુજબનું એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

તદ્અનુસાર, તમામ આરોગ્ય વિષયક સેવાઓ (આયુષ સહિત) કાર્યરત રહેશે, જેવી કે હોસ્પિટલ, નર્સિંગ હોમ્સ, દવાખાના, ટેલીમેડિસિન સુવિધાઓ, દવાખાના, કેમીસ્ટ, ફાર્મસી, જન ઔષધી કેન્દ્રો અને તબીબી સાધનોની દુકાનો સહિત તમામ પ્રકારની દવાની દુકાનો, તબીબી પ્રયોગશાળાઓ અને સંગ્રહ કેંદ્રો (Collection Centres), COVID-19 સંબંધિત સંશોધન હાથ ધરી રહેલી ફાર્માસ્યુટિકલ અને તબીબી સંશોધન પ્રયોગશાળાઓ, સંસ્થાઓ, પશુ ચિકિત્સા હોસ્પિટલો, દવાખાનાં, ક્લિનિક, પેથોલોજી લેબોરેટરીઝ, રસીઓ અને દવાઓના વેચાણ અને પુરવઠા, અધિકૃત ખાનગી એકમો કે જે આવશ્યક સેવાઓના વિતરણ સાથે કે COVID-19 ના નિયંત્રણ માટે મદદરૂપ હોય, જેવી કે ઘરસંભાળ (હોમ કેર) પ્રદાતાઓ, રોગ નિદાનકર્તાઓ, હોસ્પિટલને વિવિધ સેવા અને પુરવઠો પુરી પાડતી પેઢીઓ/સંસ્થાઓ(સપ્લાય ચેઇન ફર્મ), દવાઓ, ઔષધિઓ, તબીબી ઉપકરણો, મેડિકલ ઓક્સિજન, તેની પેકેજીંગ સામગ્રી, તેની કાચી સામગ્રી અને મધ્યસ્થીઓ, એમ્બ્યુલન્સના નિર્માતાઓ સહિત તબીબી / આરોગ્ય આંતરમાળખાકીય સુવિધાનું બાંધકામ તેમજ તમામ તબીબી અને પશુચિકિત્સા કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, નર્સો, પેરા-મેડિકલ સ્ટાફ, લેબ ટેક્નિશિયનો, દાયણ અને અન્ય હોસ્પિટલ સહાય સેવાઓ સહિત એમ્બ્યુલન્સની અવર-જવર (આંતર રાજ્ય અને રાજ્યાંતર્ગત, હવાઇ મુસાફરી સહિત) નો સમાવેશ થાય છે.

કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ સંદર્ભે સમગ્ર કૃષિ અને બાગાયતી પ્રવૃતિઓ કાર્યરત રહેશે, જેવી કે, ખેડૂતો અને ખેત મજુરો દ્વારા ખેતરમાં કરવામાં આવતી ખેતી વિષયક પ્રવૃતિઓ, લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીની પ્રવૃતિઓ સહિત ખેતઉત્પાદનોની ખરીદી સાથે સંકળાયેલ એજન્સીઓ, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા સંચાલિત ખેતબજારો(મંડી), રાજ્ય સરકાર દ્વારા અધિકૃત ખેતબજારો ( જેવા કે સેટેલાઈટ મંડી). ખેડૂતો કે ખેડૂત-સમુહો પાસેથી કે સહકારી મંડળીઓ વિગેરે પાસેથી રાજ્ય સરકારો કે ઉદ્યોગો દ્વારા સીધા માર્કેટીંગ ઓપરેશન્સની પ્રવૃતિઓ, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ માર્કેટીંગ વિકેન્દ્રીયકરણ અંતર્ગત સ્થાનિક કક્ષાએ સીધી ખરીદીની પ્રવૃતિઓ, ખેત ઓજારો, કૃષિ મશીનરી અને તેના સ્પેર-પાર્ટ્સની દુકાનો તેમજ તેના સમારકામની જગાઓ, ફાર્મ મશીનરી સાથે સંકળાયેલ Custom Hiring Centres (CHC), ખાતરો, જંતુનાશક દવાઓ અને બિયારણના ઉત્પાદન, વિતરણ અને છૂટક વેચાણ, ખેતપેદાશના લલણી(Harvesting) અને વાવણી(Sowing) સબંધિત મશીનો જેવા કે સંયુકત હાર્વેસ્ટર અને અન્ય ખેતવિષયક/બાગાયતી ઓજારોની આંતરિક અને આંતરરાજ્યની હેરફેર તેમજ અનુસૂચિત જનજાતિઓ અને વન વિસ્તારમાં અન્ય વનવાસીઓ દ્વારા વનપેદાશની સંગ્રણ અને લણણીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે માછીમારી / મત્સ્યોદ્યોગની પ્રવૃતિઓ કાર્યરત રહેશે, જેવી કે, ખોરાક અને નિભાવણી, લણણી, પ્રોસેસીંગ, પેકેજીંગ, કોલ્ડ ચેન, વેચાણ અને માર્કેટીંગ સહિતના માછીમારી (મરીન અને ઇન્લેન્ડ ) / જળચર ઉધોગોને લગતા કામકાજ, હેચરી (ઈંડા સેવન ગૃહ), ફીડ પ્લાન્ટ, વાણિજ્યિક જળચરગૃહ તેમજ માછલી/ઝીંગા અને માછલીની બનાવટો, માછલીના સીડ / ખોરાક અને આ તમામ પ્રવૃતિઓ માટેના કામદારોની હેરફેરનો સમાવેશ થાય છે.

બગીચાઓ (પ્લાન્ટેશન ) ને લગતી પ્રવૃતિઓ કાર્યરત રહેશે, જેમાં મહત્તમ ૫૦% કામદારો સાથે ચા, કોફી અને રબરના વાવેતરનું સંચાલન, મહત્તમ ૫૦% કામદારો સાથે ચા, કોફી અને રબર અને કાજુની પ્રક્રિયા, પેકીંગ, વેચાણ અને માર્કેટીંગ તેમજ વાંસ, નાળિયેર, કોકો, મરી મસાલાના છોડ તથા તેનું ઉત્પાદન, વેચાણ, પેકેજીંગનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે પશુપાલનમાં પ્રવૃતિઓ કાર્યરત રહેશે, જેવી કે વિવિધ મિલ્ક પ્રોસેસીંગ યુનિટ દ્વારા પરિવહન અને પુરવઠો પુરા પાડવા સહિત દૂધ અને દૂધની બનાવટોના સંગ્રહ, પ્રોસેસીંગની પ્રવૃતિ, મરઘા ઉછેર કેન્દ્ર, ઈંડા સેવન કેન્દ્ર અને પશુધન કૃષિ પ્રવૃતિ સહિત પશુપાલન ફાર્મનું કામકાજ, મકાઈ અને સોયા જેવા કાચા માલના સપ્લાય સહિત પશુ આહાર ઉત્પાદન અને પશુ આહાર ઉત્પાદન એકમો તેમજ ગૌશાળાઓ સહિત પશુ આશ્રય સ્થાનોનું કામકાજ

નાણાકીય ક્ષેત્રમાં કેટલીક પ્રવૃતિઓ કાર્યરત રહેશે, જેમ કે, ભારતીય રીઝર્વ બેંક(RBI) અને RBI નિયંત્રિત નાણાકીય બજારો, NPCI, CCIL, ચુકવણીની કામગીરી કરતા ઓપરેટર્સ અને સ્વતંત્ર પ્રાથમિક વેપારીઓ (પ્રાયમરી ડિલરો), બેંકની શાખાઓ અને એ.ટી.એમ., બેંકીંગ કામગીરી માટે આઈ.ટી.સેવા પુરી પાડતા એકમો, બેંકીગ સંવાદદાતાઓ, એ.ટી.એમ સંચાલન અને રોકડ સંચાલન માટેની એજન્સીઓ, DBT કેશ ટ્રાન્સફર વિતરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી બેંક શાખાઓને સામાન્ય કામના કલાકો મુજબ કામ કરવાની છુટ છે, બેંક શાખાઓમાં અને બેંક સંવાદદાતાના સ્થળે સોશ્યલ ડિસ્ટેન્સ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ખાતા ધારકોને એકત્રિત થતા અટકાવવા સારૂ પોલીસ તંત્રએ પૂરતા પ્રમાણમાં સલામતી રક્ષકો પૂરા પાડવાના રહેશે, ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) દ્વારા સૂચિત મૂડી અને દેવા(Debt) બજારની સેવાઓ, IRDAI અને વીમા કંપનીઓ, એનબીએફસી, હાઉસીંગ ફાઈનાન્સ કંપની, માઈક્રો ફાઈનાન્સ સંસ્થા લઘુત્તમ કર્મચારીઓ સાથે ચાલુ રાખી શકશે તેમજ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીનો સમાવેશ થાય છે.

સામાજિક ક્ષેત્રમાં પ્રવૃતિઓ કાર્યરત રહેશે. જેમાં બાળકો /દિવ્યાંગો / માનસિક અશક્ત / વરિષ્ઠ નાગરિકો/ નિરાધાર/ મહિલાઓ/ વિધવાઓ માટેના આશ્રયઘરોનું કામકાજ, દેખરેખના ગૃહો, અનુસંભાળ ગૃહો અને બાળકિશોરો માટેની સુરક્ષાના સ્થળો, સમાજ સુરક્ષા પેંશનનું વિતરણ, દા.ત. વૃધ્ધાવસ્થા/ વિધવા/ સ્વતંત્રતા સેનાની પેન્શન, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO ) દ્વારા આપવામાં આવતી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ સેવાઓ તેમજ આંગણવાડીઓનું સંચાલન – બાળકો, મહિલાઓ અને ધાત્રી માતાઓ વગેરે લાભાર્થીઓના ઘરે ૧૫ દિવસમાં એકવાર ખાદ્ય સામગ્રી અને પોષક તત્વોનું ડોરસ્ટેપ વિતરણ લાભાર્થીઓએ આંગણવાડીમાં આવવાનું નથી વગેરેનો સમાવેશ થાય છે.

ઓનલાઈન શિક્ષણ/ દૂરવર્તી શિક્ષણ (Distance Learning) ને પ્રોત્સાહિત કરવા બાબતોમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે, જો કે, આ સંસ્થાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ દ્રારા શૈક્ષણિક કાર્યક્રમ નિભાવે તે અપેક્ષિત છે તેમજ શૈક્ષણિક હેતુ માટે દૂરદર્શન અને અન્ય શૈક્ષણિક ચેનલોનો મહત્તમ ઉપયોગ કરી શકાશેનો સમાવેશ થાય છે.

મનરેગા કામગીરીને મંજુરી છે. જે અંતર્ગત મનરેગા કામોને સામાજિક અંતર અને ચહેરાના માસ્કના કડક અમલ સાથે મંજુરી આપવામાં આવે છે. મનરેગા અંતર્ગત સિંચાઈ અને જળસંચયના કામોને અગ્રતા આપવી, સિંચાઈ અને જળસંચય ક્ષેત્રોમાં કેન્દ્રિય અને રાજ્ય ક્ષેત્રની અન્ય યોજનાઓ પણ અમલ કરવાની પણ પરવાનગી આપી શકાશે અને મનરેગાના કામો સાથે યોગ્ય રીતે સંકલન કરી શકાશે.

જાહેર ઉપયોગિતાઓ માટે પ્રવૃતિઓ કાર્યરત રહેશે. જેમ કે, ઓઈલ અને ગેસ ક્ષેત્રનું સંચાલન : શુધ્ધિકરણ, પરિવહન, વિતરણ, સ્ટોરેજ અને ઉત્પાદકોનું છૂટક વેચાણ જેવા કે પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, CNG, LPG, PNG વગેરે, કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ વીજળીનું ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણની કામગીરી, પોસ્ટ ઓફિસ સહિત પોસ્ટલ (ટપાલ) સેવાઓ, મ્યુનિસિપલ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાની કક્ષાએ પાણી, સ્વચ્છતા અને વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરા નિકાલ) સુવિધાઓનું કામકાજ તેમજ ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સેવાઓ પ્રદાન કરતી સુવિધાઓનું કામકાજ વગેરેનો સમાવેશ થાય છે.

રાજયની અંદર અને આંતર-રાજ્ય માલવાહકની અવર-જવર અને માલનું લોડિંગ – અનલોડિંગની પ્રવૃતિઓ માન્ય છે. જેમાં તમામ માલવાહક વાહનોની અવર-જવરને મુકિત છે, રેલવેનું સંચાલન : માલ અને પાર્સલ ટ્રેનોનું પરિવહન, હવાઇ મથકોના અને કાર્ગો (માલ) હેરફેર, બદલી અને ખસેડવા માટે હવાઇ પરિવહન માટેની સબંધિત સગવડોના કામકાજ, અધિકૃત કસ્ટમ ક્લીયરીંગ અને ફોરવર્ડીંગ એજન્ટો સહિત કાર્ગો હેરફેર માટે દરિયાઇ બંદરો અને ઇન્લેન્ડ કન્ટેનર ડેપો (આઇસીડી)ના કામકાજ, પેટ્રોલિયમ પેદાશો અને એલપીજી,ફુડ પ્રોડક્ટસ, મેડીકલ સપ્લાય સહિતની આવશ્યક ચીજવસ્તુઓની ક્રોસ લેન્ડ બોર્ડર હેરફેર અને લેન્ડ પોર્ટસના કામકાજ, તમામ ટ્રક અને અન્ય માલવાહક વાહનોની અવર-જવર બે ડ્રાયવર અને એક હેલ્પર સહિત જેમાં ડ્રાયવર માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ. માલ-સામાનની ડીલીવરી પછી અથવા માલસામાન ઉપાડવા માટે જતી ખાલી ટ્રક / વાહનને મુકિત રહેશે, અત્રેના જિલ્લામાં હાઈવે ઉપર નિયત લઘુત્તમ અંતરે મંજુરી આપેલ ટ્રક રેપેરીંગ દુકાનો અને ઢાબા/હોટલને મુકિત રહેશે, તેમજ રેલવે, વિમાનમથક/હવાઈ માલવાહક, દરિયાઈ બંદરો/વહાણો/જહાજો, બંદરો, અને ICDs ના સંચાલન સાથે સંકળાયેલા અને ઉકત ઓથોરીટી દ્વારા અધિકૃત કરવામાં આવેલ કર્મચારીઓ અને કરાર આધારિત મજુરો કે જેમને સ્થાનિક સત્તામંડળ દ્વારા પાસ આપવામાં આવેલ છે તેની અવર-જવર વગેરેનો સમાવેશ થાય છે.

આવશ્યક ચીજવસ્તુનો પુરવઠા (સપ્લાય) ની અપાયેલી છૂટમાં સ્થાનિક દુકાનો, મોટા સ્ટોર્સ અને ઈ-કોમર્સ કંપની દ્રારા આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદન, જથ્થાબંધ વેચાણ, છૂટક વેચાણની પ્રવૃતિ તેમજ આવશ્યક ચીજ-વસ્તુઓની પુરવઠા-શ્રૃંખલા સંબંધિત તમામ સુવિધાઓના સંચાલનને તથા હોમ ડિલીવરી સમયે કડક સામાજિક અંતરનો નિયમ પાળવાની શરતે મુકિત છે, દુકાનો (કરિયાણું અને આવશ્યક માલસામાન વેચતી એકલ દુકાનો સહિત) અને લારીઓ, ખોરાક અને કરિયાણા સબંધિત દૈનિક વપરાશની ચીજો, સ્વચ્છ્તાની વસ્તુઓ, મરઘાં, માંસ અને માછલી, પશુ આહાર અને ઘાસચારો વિગેરેના સંચાલનને તથા હોમ ડિલીવરી સમયે કડક સામાજિક અંતરનો નિયમ પાળવાની શરતે મુકિત છે તેમજ ઉપરોક્ત સેવાઓ પુરી પાડતા દુકાનદારોને હોમડિલીવરી પૂરી પાડવાની આપી શકાશે.

વાણિજય અને ખાનગી સંસ્થાઓને ચાલુ રાખવાની અપાયેલી છૂટમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા-પ્રસારણ સહિત, DTH અને કેબલ સેવાઓ, આઈ.ટી. અને આઈ.ટી.ને લગતી સેવાઓ, ૫૦% સુધીના સ્ટાફ સાથે કામ કરી શકશે, ફકત સરકારી પ્રવૃતિઓ માટેના ડેટા અને કોલ સેન્ટર્સ, ગ્રામ પંચાયત કક્ષાએ સરકાર માન્ય સામાન્ય સેવા કેન્દ્રો, કુરીયર સેવાઓ, કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસીંગ સેવાઓ, બંદરો, વિમાનમથકો, રેલવે સ્ટેશન, કન્ટેનર ડીપો, વ્યકિતગત એકમો તથા લોજિસ્ટીકસ સહિત, રહેણાંક સંકુલો અને ઓફિસની જાળવણી તેમજ નિભાવણી માટેની ખાનગી સલામતી સેવાઓ અને સુવિધા વ્યવ્સ્થાપક સેવાઓ, હોટલો, હોમ-સ્ટે, લોજ અને મોટેલ કે જેમાં લોકડાઉનથી અટવાયેલા પ્રવાસીઓ અને ફસાયેલ વ્યકિતઓનું રોકાણ છે તે, તબીબી અને ઈમરજન્સી સ્ટાફ, હવાઈ અને સમુદ્રી ક્રુ મેમ્બર્સ, કોરેન્ટાઈન સુવિધાઓ માટે ઉપયોગમાં લેવાતી નિર્ધારીત સંસ્થાઓ તેમજ સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ, દા.ત. ઈલેક્ટ્રીશિયન, આઈ.ટી, સમારકામ, પ્લમ્બર, મોટર મિકેનિક્સ અને સુથારનો સમાવેશ થાય છે.

તદ્ઉપરાંત ઉદ્યોગો / ઔદ્યોગિક એકમો (સરકારી અને ખાનગી બન્ને) ને છૂટમાં ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગો, એટલે કે નગરપાલિકાની સીમાની બહાર આવેલા હોય તે, વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZs) અને નિકાસ લક્ષી એકમો (EoUs), ઔદ્યોગિક વસાહતો અને ઔદ્યોગિક ટાઉનશીપ્સમાં પ્રવેશ નિયંત્રણ સાથે ઉત્પાદન અને અન્ય ઔદ્યોગિક સંસ્થાઓ. આ સંસ્થાઓ તેમના પરિસરમાં જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી કામદારોના રહેવાની વ્યવસ્થા કરશે અથવા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોટોકોલ (SOP) ના અમલીકરણ માટેના પારા ૨૧(ii) મુજબ વ્યવસ્થા કરશે. કામદારોના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સામાજિક અંતરનો કડક અમલ સાથે એકમો દ્વારા આયોજીત પરિવહનમાં કરવામાં આવશે, દવાઓ, ફાર્માસ્યુટીકલસ, તબીબી ઉપકરણૉ, તેનો કાચો માલ, સામગ્રી અને ઈન્ટરમિડિએટસ સહિત આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગો, એટલે કે નગરપાલિકાની સીમાની બહાર આવેલા હોય તે, ઉત્પાદન એકમો કે જેને સતત કાર્યરત રાખવાની જરૂર હોય છે અને તેની સપ્લાય ચેન ચાલુ રાખવાની હોય તે, આઈ.ટી. હાર્ડવેરનું ઉત્પાદન, કોલસા ઉત્પાદન, ખાણો અને ખનીજ ઉત્પાદન, તેમનું પરિવહન, વિસ્ફોટકોનો પુરવઠો અને ખાણકામ કામગીરીની આકસ્મિક પ્રવૃતિઓ, પેકેજીંગ મટીરીયલનું ઉત્પાદન કરતા એકમો, તેલ અને ગેસ સંશોધન / રિફાઈનરી, ગ્રામ્ય વિસ્તારમાં ઈંટ ભઠ્ઠો એટલે કે, મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદની બહાર આવેલા હોય તેનો સમાવેશ થાય છે.

બાંધકામ પ્રવૃતિઓમાં અપાયેલી છૂટમાં રસ્તાઓ, સિંચાઈ યોજનાઓ, બિલ્ડિંગ્સ અને તમામ પ્રકારના ઔદ્યોગિક પ્રોજેકટસના બાંધકામો, ગ્રામ્ય વિસ્તારમાં MSMEs સહિત, એટલે કે, નગરપાલિકાની હદની બહાર આવેલા હોય તે, તેમજ ઔદ્યોગિક વસાહતમાં હોય તેવા તમામ પ્રકારના પ્રોજેક્ટસ. (ફક્ત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ જી.આઇ.ડી.સી), પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના પ્રોજેકટના બાંધકામ, નગરપાલિકાની હદની અંદર કાર્યરત હોય તેવા બાંધકામ પ્રોજેકટસમાં કામ ચાલુ રાખવું કે જ્યાં કામના સ્થળે જ કામદારો ઉપલબ્ધ હોય અને કામદારોને જિલ્લા બહારથી લાવવાની જરૂર ન હોય તેવાનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિઓની અવર-જવરમાં અપાયેલી છૂટમાં આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા સારૂ, પશુચિકિત્સીય સંભાળ સારૂ ઉપયોગમાં લેવાતા ખાનગી વાહનો, ચાર ચક્ર્રીય ખાનગી વાહનના કિસ્સામાં વાહન-ચાલક ઉપરાંત પાછળની સીટ પર એક મુસાફરને પરવાનગી રહેશે, જ્યારે દ્રી-ચક્રીય વાહનના કિસ્સામાં ફકત ચાલકને જ પરવાનગી રહેશે તેમજ રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તાતંત્ર દ્વારા આપવામાં આવેલ સુચના અનુસાર મુકિતપ્રાપ્ત વર્ગમાં આવતા તમામ કર્મચારીઓની કામના સ્થળે અને કામના સ્થળેથી પરતની મુસાફરીનો સમાવેશ થાય છે.

તદ્ઉપરાંત ભારત સરકારની કચેરીઓ, તેની સ્વાયત્ત / તાબાની કચેરીઓ ખુલ્લી રહેશે, જેવી કે સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આપત્તિ વ્યવસ્થાપન અને અગ્રીમ ચેતવણી એજન્સીઓ (IMD, INCOIS, SASE and National Centre of Seismology, CWC), નેશનલ ઈન્ફોર્મેટીક્સ સેન્ટર, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એન.સી.સી., નેહરુ યુવા કેન્દ્રો અને કસ્ટમ વિભાગ કોઈપણ જાતના નિયંત્રણો સિવાય કાર્યરત રહેશે. અન્ય મંત્રાલયો અને વિભાગો અને તેમના નિયંત્રણ હેઠળની તમામ ઓફિસો નાયબ સચિવ કે તેનાથી ઉપરની કક્ષાના અધિકારીઓની ૧૦૦% હાજરી અને તે સિવાયના કર્મચારીઓની જરૂરીયાત મુજબ ૩૩% હાજરી સાથે ચાલુ રાખી શકાશે.

તેવી જ રીતે રાજ્ય સરકારની કચેરીઓ, તેની સ્વાયત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ચાલુ રહેશે જેવી કે, પોલીસ, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ, ફાયર, આકસ્મિક સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જેલ અને નગરપાલિકાની સેવાઓ કોઈપણ જાતના પ્રતિબંધ સિવાય ચાલુ રહેશે. રાજ્ય સરકારના તમામ વિભાગો નિયંત્રીત સ્ટાફ સાથે કાર્યરત રહેશે. સામાજિક અંતર જાળવવાની ખાતરી સાથે વર્ગ-૧ અને વર્ગ-૨ સંવર્ગના અધિકારીઓ જરૂરીયાત મુજબ હાજરી આપશે અને વર્ગ-૩ અને તેની નીચેના સંવર્ગના કર્મચારીઓ ઉપલબ્ધ મહેકમના ૩૩% મુજબ હાજરી આપશે. જો કે, જાહેર સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની રહેશે અને તે હેતુ માટે જરૂરી સ્ટાફ હાજર રાખવાનો રહેશે. જિલ્લા વહીવટીતંત્ર અને તિજોરી કચેરીએ (એકાઉન્ટંટ જનરલની ક્ષેત્રીય કચેરીઓ સહિત) નિયંત્રીત કર્મચારીગણ સાથે ચાલુ રહેશે. જાહેર સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની રહેશે અને તે હેતુ માટે જરૂરી સ્ટાફની નિમણૂંક કરવાની રહેશે. વન ખાતાની કચેરીઓ : પ્રાણી સંગ્રહાલય, નર્સરીઓ, વન્યજીવ, જંગલમાં અગ્નિશમન, વૃક્ષોને પાણી પુરુ પાડવા બાબત, પેટ્રોલીંગ અને તેની આવશ્યક અવર-જવર ચાલુ રાખી શકાશે.

કેટલીક વ્યકિતઓને ફરજિયાત પણે ક્વોરોનટાઈન હેઠળ રહેવાનું રહેશે. જેમ કે, જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા COVID-19 નું સંક્રમણ અટકાવવા માટે નક્કી કરેલા સમયગાળા સુધી ફરજિયાત પણે હોમ / સંસ્થાકીય ક્વોરોનટાઈનમાં રહેવા જણાવવામાં આવેલ હોય તે વ્યક્તિઓ, ક્વોરોન્ટાઈન આદેશનો ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ક્વોરોનટાઈન કરેલ ઈસમો, કે જેઓ ભારતમાં તા.૧૫/૦૨/૨૦૨૦ પછી આવેલ હોય અને તેમનો ક્વોરોનટાઈન સમયગાળો પૂર્ણ થયા બાદ COVID-19 નો રીપોર્ટ નેગેટીવ આવેલ હોય તેમને ભારત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ એસ.ઓ.પી. મુજબ મુકત કરવાના રહેશે.

સદરહુ જાહેરનામાના પરિશિષ્ટ-૧ અને ૨ માં નિર્દિષ્ટ સૂચનાઓનું તમામ વ્યક્તિઓ, સંસ્થાઓ, તમામ ઔદ્યોગિક અને વ્યવસાયિક મથકો, કાર્યસ્થળો, કચેરીઓએ ઉપર દર્શાવ્યા મુજબની કામગીરી શરૂ કરતાં પહેલાં ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.

સદરહુ જાહેરનામામાં અપાયેલી છુટછકાટો કેટલીક શરતોને આધીન રહીને આપવામાં આવી છે. આ શરતોમાં દર્શાવ્યા મુજબ દરેક એકમો/યુનીટએ સરકારશ્રીની કોવીડ-૧૯ની વખતો વખતની સુચનાઓનો ચુસ્ત અમલ કરવાનો રહેશે, ઉદ્યોગો/એકમો, કારખાના, ઓફીસો અને કાર્યસ્થળો માં સોશ્યલ ડીસ્ટન્સ માટે તમામ પ્રારંભિક વ્યવસ્થાઓ જાળવવાની રહેશે તેમજ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબની ચુસ્ત અમલવારી કરવાની રહેશે, જાહેર સ્થળો અને કામના સ્થળોએ દરેકે માસ્ક પહેરવો ફરજિયાત રહેશે, દરકે કામના સ્થળો અને ઉત્પાદન એકમોએ દરેક વ્યકિત કામદાર કર્મચારી,અધિકારીનુ થર્મલ સ્ક્રીનીંગ કરવાનુ રહેશે તેમજ દરેકને સેનીટાઈઝર અને માસ્ક, ગ્લવ્સ વિગરે પુરા પાડવાના રહેશે, ઉદ્યોગો/એકમો/ઓફીસો ઇત્યાદિ જયાં શીફટમાં કામકાજ થાય છે તેવા એકમોમાં બે શીફટ વચ્ચે ૦૧(એક)કલાકનો ફરજિયાત ગેપ રાખવાનો રહેશે અને લન્ચ અને ભોજન વિરામ સમયે કેન્ટીનમાં સોશ્યલ ડીસ્ટન્સનુ ખાસ પાલન કરવાનુ રહેશે, ઉદ્યોગો/એકમો/ઓફીસો ઇત્યાદિ વગેરે કામકાજના સ્થળોને દરકે શીફટ બાદ સેનીટાઈઝ કરવાના રહેશે. અને કોમન એરીયાને વારંવાર સાફ કરવાનો રહેશે, મીટીંગ, કોન્ફરન્સ કે ટેઈનીંગ સેશનમાં ૧૦ કે તેથી વધુ માણણો એકઠા થઈ શકશે નહિ તેમજ તેઓની બેઠક વ્યવસ્થા એકબીજાથી ૦૬(છ) ફુટ જેટલુ અંતર રાખવાનુ રહેશે, પ્રિમાઈસીસના એન્ટ્રન્સ ગેટ, કેન્ટીન, મીટીંગ રૂમ, કોન્ફરન્સ હોલ, ઓપન એરીયા,લીફટ,વોશરૂમ ટોઈલેટ, પીવાના પાણીના સ્થળો, વિગેરે જગ્યાઓને દરરોજ ઉપયોગમાં લીધા બાદ ડીસઈન્ફેકટ કરવાની રહેશે, કામદારો/કર્મચારીઓ કે જેઓ બહારથી ફેકટરીમાં કામ કરવા આવે છે તેઓ માટે સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ વાહન કરાવવુ પડશે અને આવા વાહનોમાં ૩૦ થી ૪૦ ટકા કેપેસીટી મુજબના પેસેન્જર માટે માન્ય રહેશે, દરેક એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પાસે હેન્ડ વોશ અને સેનીટાઇઝર ફરજિયાત રાખવાના રહેશે, સદર એકમોમાં આવશ્યક સિવાયના કોઈ પણ મુલાકાતી પ્રતિબંધિત રહેશે, ઉદ્યોગો/એકમો, કારખાના, ઓફીસો અને કાર્યસ્થળો માં દાખલ થતા દરેક વાહનો અને મશીનરીને સ્પ્રે ધ્વારા ફરજિયાત ડીસઈન્ફેકટ કરવાના રહેશે, કવોરન્ટાઈનનું ઉલ્લંઘન કરતી વ્યક્તિઓ સામે IPC 1860 ની કલમ ૧૮૮ હેઠળ કાનૂની પગલાં લેવામાં આવશે, તા.૧૫/૨/૨૦૨૦ પછી કવોરન્ટાઈન મુદત પૂરી થયા પછી અને COVID-19 નેગેટિવ મુજબનું પરીક્ષણ થયા પછી ભારતમાં આવેલી હોય તેવી કવોરન્ટાઈન કરેલી વ્યક્તિઓને ભારત સરકારશ્રીના MHA ધ્વારા બહાર પાડવામાં આવેલા SOPમાં ઠરાવેલો પ્રોટોકોલ અનુસરીને મુક્ત કરવામાં આવશે, હોટસ્પોટ અને સંક્રમિત વિસ્તાર તરીકે જાહેર કરેલા વિસ્તારમાંથી કર્મચારી/કામદારો આવી શકશે નહિ. આવા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને મળેલ મંજુરી આપોઆપ રદ થયેલી ગણાશે તેમજ Stranded Labour ની મુવમેન્ટ બાબતે વંચાણે લીધેલ આમુખ (૪) થી ભારત સરકારશ્રીના MHA દ્વારા બહાર પાડવામાં આવેલા SOPમાં ઠરાવેલ સૂચના મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

સદરહુ જાહેરનામાનો અમલવારી નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં તા.૨૦/૪/૨૦૨૦ ના ૦૦:૦૦ કલાક થી તા.૦૩/૦૫/૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી(બન્ને દિવસો સહિત) કરવાની રહેશે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જાહેરનામા / આદેશોથી જે બાબતો પર પ્રતિબંધ મુકેલ નથી, તે બાબતો આ જાહેરનામાથી પ્રતિબંધિત ગણાશે નહી, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ - ૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઇન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here