નર્મદા : લોકડાઉન દરમિયાન રાજપીપળાના meet ગ્રુપની બ્લડ ડોનેશન માટે સરાહનીય કામગીરી…

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

બ્લડની ઉણપ તેમજ જરૂરીયાત હોવાની ખબર પડતા જ ગ્રુપના યુવાનો ત્વરિત બ્લડબેંક પહોંચી ગયા…

કોરોનાના કહેર અને લોકડાઉન વચ્ચે જરૂરીયાત મંદોને લોહીની ખુબજ અછત વર્તાઇ રહી છે, બ્લડ ડોનેટ કરવા બ્લડ બેંકોને દાતાઓને આગળ આવવા અને બ્લડ દાન કરવાની અપીલ કરવાની ફરજો પડી રહી છે,ત્યારે રાજપીપળાનુ આ ગ્રુપ કોઇને લોહીની ખુબજ જરૂર હોવાની વાત જાણતા જ તરત લોહી મેળવવા માટેની વ્યવસ્થામા લાગી પડે છે.
રાજપીપલાનું સેવાભાવિ MEET GROUP નું અભિયાન બ્લડ ડોનેશનએ ઈમરજન્સીમાં સુંદરપુરાના એક બેનને ab+ તથા રૂંઢ ભીલવાળાના એક બેનને 0+ બ્લડની જરૂર હોવાનું જાણવા મળતા જ લોહી દાતાઓને અપીલ કરી હતી અને તેમની અપીલને માન આપીને બે રકતદાન કરનારા યુવાનો લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે પણ બહાર આવ્યા હતા અને રકતદાન કર્યુ હતુ. અને બંને બેનની જિંદગી બચાવી હતી. Meet Group ની સેવા કાર્યને આગળ ધપાવ્યું. તે બંને ભાઈનો MEET GROUP દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આવા લોકડાઉનના કપરા સમયમાં મિતગ્રુપ દ્વારા રક્તદાન કરી લોકસેવા કરી છે .Meet ગ્રુપના યુવાનોએ પોતે જેવી સેવા કરી રહ્યા છે એવી સેવા કરવા માટે સમાજના અન્ય લોકો અને વર્ગોએ આગળ આવવું જોઈએ એવો આશાવાદ વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here