નર્મદા. : લોકડાઉનમાં ડેડીયાપાડા CPI સાથે BTP નાં આગેવાનની દાદાગીરી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સોશિયલ મીડિયામાં VIDEO વાઇરલ થતાં પોલીસ વિભાગ સહિત રાજકીય ક્ષેત્રે આ બનાવ ખુબજ ચર્ચાસ્પદ બન્યો

કોરોના મહામારી વચ્ચે હાલ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં લોકડાઉન લાગુ છે, ત્યારે સરકાર દ્વારા નિયમોનાં કડક પાલન સાથે દિવસ દરમિયાન લોકડાઉનમાં અમુક છૂટછાટ અપાઈ છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરી જરૂરી દસ્તાવેજો ના હોય એવાં વાહનોને ડિટેઈન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ડેડિયાપાડાનાં CPI ચૌધરી સાથે BTP નાં કાર્યકર અને તેઓના સાથી દ્વારા ગેરવર્તણૂંક કરતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.

નર્મદા જિલ્લા BTP આગેવાન ચૈતર વસાવાએ આ વાયરલ વીડિયો વિશે જણાવ્યું કે, ‘લોકડાઉન દરમિયાન પોલીસ મોઝદા રોડ પર કાચો માલ લઈ જતા લોકોની ગાડીઓને રોકતી હતી. એમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા છતાં પોલીસ એમની પાસે પૈસા માંગતી હતી. આ બાબતની ફરિયાદ મને મળતા હું ત્યાં ગયો હતો. જ્યાં મે જોયું કે, જે પૈસા આપે એની ગાડી જવા દે અને જે પૈસા ના આપે એની ગાડી ડોક્યુમેન્ટ હોવા છતાં પોલીસ રોકતી હતી. આ દરમિયાન ડેડિયાપાડા CPI ચૌધરી સાથે મારે આ બાબતે થોડીક રકઝક પણ થઈ હતી. જો કે અંતે પોલીસે ગાડીઓ જવા દીધી હતી અને સમાધાન થતા અમે ત્યાંથી નીકળી ગયા હતાં.

બીજી બાજુ ડેડિયાપાડા CPI ચૌધરીએ જણાવ્યું કે, અમે રમઝાન ઈદનાં બંદોબસ્ત દરમિયાન લોકડાઉનનાં અમલ માટે જેની પાસે જરૂરી ડોક્યુમેન્ટ ના હોય એમની ગાડીઓ રોકતા હતાં. અમુક લોકો પાસે ફોરવ્હીલનું લાઈસન્સ હતું અને હેવી મોટર વ્હિકલનું લાઈસન્સ ન હતું. આવી ગાડીઓને અમે ડિટેઈન કરી તો ચૈતર વસાવાએ મને કહ્યું કે કેમ ગાડી ડિટેઈન કરી, અમે ગાડીઓ વાળા પાસેથી પૈસા લઈએ છે એ ઉપજાવી કાઢેલી વાત છે, પોલીસને દબાવવાના અને ખોટા પાડવાના પ્રયાસ છે.

હવે આ મામલો સોશીયલ મિડીયામા વાયરલ થઇ રહયો છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા આ બાબતે શુ પગલાં લેવામાં આવે છે.

BTP ના કાર્યકર ચેતર વસાવા અને CPI ચોધરી વચ્ચે મામલો પતી ગયો હતો કે ચકમક ઝરી હતી ,માન અપમાન સરકારી અધિકારી ના જળવાયા હતા કે નહી પોલીસ હવે એ બધુ જોસે , જો ચેતર વસાવા તેમાં કસુરવાર જણાસે તો કાયદેસર ની કાર્યવાહી તેની સામે હાથ ધરાય એ શકયતાને હાલ નકારી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here