નર્મદા : લોકડાઉનમાં જુગાર રમતા રાજપીપલા ના 8 ઈસમો ઝડપાયા

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

લીમડાચોક વિસ્તારમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા રેડ કરાઈ

ઝડપાયેલા જુગારીઓ પાસેથી રૂપિયા 1080 મળી આવ્યા

રાજપીપલા ખાતેના લીમડા ચોક વિસ્તારમાં અમુક અસામાજિક તત્વો દ્વારા જુગાર રમાતો હોવાની બાતમી રાજપીપલા પોલીસને મળતા રેડ કરી પોલીસે 8 જુગારીઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

નગરના લીમડા ચોક વિસ્તાર માં ગતરોજ જુગાર રમતા (1)અમિત માછી( 2)નિલેશ માછી (3)મનોજ પ્રવીણ માછી (4)રાજેશ માછી (5)અનિલ માછી (6) મનોજ કાલિદાસ માછી (7)મહેશ માછી (8) વિજય માછીના ઓને પાના-પત્તાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા 1080 ની રકમ જપ્ત કરી આરોપી સામે જુગારધારાની કલમ 12મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here