નર્મદા :રિપબ્લિક ટી વી ચૅનલ ના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધવા ની માંગ….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

સોનિયા ગાંધી માટે અસભ્ય ઊચ્ચારનો કરતા કોંગ્રેસ આગેવાનોમાં રોષ…

તિલકવાડા કોંગ્રેસ પ્રમુખે પોલીસ મથકમાં અરજી આપી અર્નબ સામે ભારતીય દન્ડ સંહિતાની કલમો મુજબ ફરિયાદ નોંધવાની કરેલ માંગ

અર્નબનું વક્તવ્ય સમાજમાં વૅમનસ્ય ફેલાવનારો હોવાનું કોંગ્રેસ આગેવાનની અરજીમાં ઉલ્લેખ

કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીના મામલે પાલઘર ખાતેની ઘટના બાદ રિપબ્લિક ટી વી ચૅનલના એમ. ડી. અને ચીફ એડિટર અર્નબ ગોસ્વામીએ કરેલ નિવેદનની કોંગ્રેસ સહિત દેશની અન્ય પાર્ટી ઓએ ટીકા કરી છે, બુદ્દિજીવી વર્ગ પણ આ મામલે ટીકા કરી રહ્યો છે ત્યારે આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને તિલકવાડા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ભીલે આજરોજ પોલીસ મથકમાં લેખિત અરજી કરી અર્નબ સામે ગુનો નોંધવાની માંગ કરીછે.

પાલઘર ખાતે આદિવાસી સમાજના લોકોએ સાધુઓની જે હત્યા કરી એ મામલાને અર્નબ ગોસ્વામી એ કોમવાદી અને રાષ્ટ્રમાં ભાગલા પડે એ રીતે પોતાના એક કાર્યક્રમમાં રજૂ કર્યો હતો. સોનિયા ગાંધીને એ મામલામાં વિના કારણે ઘસેટી તેમના માટે આપત્તીજનક શબ્દો ઉચ્ચર્યા હતા. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી કોમોને પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવવાની હીન પ્રયાસ કરનાર અર્નબ સામે આઈ. પી. સી. ની ધારાઓ મુજબ ગુનો નોંધવા તિલકવાડા પોલીસ મથક માં લેખીત ફરિયાદ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here