નર્મદા : રાણીપરા ગામને ગ્રામજનોએ બેનર મારી સ્વયંભૂ લોકડાઉન કર્યું….

સેલંબા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ

બહારગામથી આવનાર વ્યક્તિ માટે ગ્રામ પંચાયતમાં જાણ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ તપાસ ફરજીયાત બનાવા

છીપુરા ગામમાં પણ બેનર મારીને ગામમાં કોઇપણ વ્યક્તિને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો…

નર્મદામાં કોરોના ના પોઝિટિવ કેસો બાદ ગ્રામજનો જાગ્યા છે. પોતાના ગામમાં કોરોના કોઈ પણ હિસાબે પ્રવેશ ન કરી શકે તે માટે સમગ્ર રાણીપર આ ગામના ગ્રામજનોએ સ્વયંભૂ બંધ કરી દીધું છે. અને રાણીપરા ગામની બહાર બેનર દ્વારા જાહેર સૂચના આપતાં જણાવ્યું છે કે હાલમાં કોરોનાવાયરસ ના વધતા જતા વ્યાપને કારણે અમારા રાણીપુરા ગામ માં કોઈએ પ્રવેશ કરવો નહીં ગામણી વ્યક્તિ પણ બહારગામથી આવનાર હોય તો ગ્રામ પંચાયતમાં જાણ કરવી કરી જરૂરી નિયમ અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ તપાસ ફરજિયાત કરાવવાની રહેશે જો તેમ નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી રાણીપરા ગ્રામ પંચાયતે આપી ગામને લોકડાઉન કરી દેતા રાણીપુરા ગામ ગામ સૂમસામ ભાસી રહ્યું છે. ગામમાં જનતા કરફ્યુ જેવો માહોલ રચાયો છે.
એ જ પ્રમાણે પીછીપુરા ગામમાં પણ બેનર મારી ને ગામમાં કોઇપણ વ્યક્તિને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. તેમને ગામોમાં કોઈપણ સગા સંબંધી તેમજ અજાણી વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં આવી. જે પણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ ચિમકી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here