નર્મદા : રાજય સભાની ચૂંટણીમાં BTP નો ફિલ્મી ડ્રામા…મતદાન ન કરી આડકતરી રીતે ફાયદો..!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

આદિવાસીઓના પશ્રોનુ ભાજપા સહિત કોગ્રેસ કોઈ જ નિરાકરણ કરતા નથી

જયા-જયાં આદિવાસીઓ સાથે અન્યાય થશે ત્યા આદોલનો કરીશુ : ધારાસભ્ય છોટુભાઈ વસાવા

રાજ્યસભાની ચુંટણીમા આદિવાસી મસિહા ગણાતા ધારાસભ્ય અને BTP પાર્ટીના સુપ્રિમો છોટુભાઈ વસાવા સહિત તેમના પુત્ર ધારાસભ્ય મહેશ વસાવાએ મતદાન પુર્ણ થવાને ગણતરીની મિનીટોમાં પત્રકાર પરિષદ બોલાવી ખુલાસો કર્યો હતો કે પોતાની પાર્ટી ભાજપા સહિત કોગ્રેસના કોઈ ઉમેદવારોને મતદાન નહીં કરે.

ધારાસભ્ય છોટુભાઈ વસાવાની આ જાહેરાત આડકતરી રીતે ભાજપા માટે જ સમર્થન રૂપ નીવડી હોવાનું રાજકિય પંડિતો ગણિત માડી રહયા છે.

ભાજપના પ્રખર વિરોધને કારણે આદિવાસીઓમાં લોકપ્રિય બનેલ છોટુભાઈ વસાવા તેમના પુત્ર મહેશ વસાવા હવે આદિવાસી સમાજ સહિત રાજકીય પંડિતોના નિશાના ઉપર આવી ટીકાપાત્ર બને તો નવાઈ નહિ !!!!

પત્રકારો સમક્ષ રજૂઆત કરતા છોટુભાઈ વસાવાએ ભાજપા સહિત કોગ્રેસ આદિવાસી ઉત્થાનની કામગીરી કરતા ન હોવાનું બન્ને પક્ષો પર આરોપ મઢયો હતો. આદિવાસીઓને જ નામે રાજકીય અસ્તિત્વ ધરાવતા BTP ના બન્ને ધારાસભ્યો આદિવાસીઓને અન્યાયના મુદ્દે કેવડીયાના અસરગ્રસ્ત આદિવાસીઓનો પણ ઉલ્લેખ કરી આંદોલનો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here