નર્મદા : રાજપીપળા હરસિધ્ધિ મંદિર પાછળના માર્ગે મૃત હાલતમાં ગાય મળી આવી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા નગરપાલિકા દ્વારા પોતાના પશુઓ છુટ્ટા છોડતા લોકો સામે લાલઆંખ કરવાની તાંતી જરૂર

નગરજનોમાં પણ જાનવરોને પોતાના કામકાજ પત્યા બાદ છુટ્ટા છોડતા લોકો સામે રોષ

રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પાછળના માર્ગે મૃત હાલતમાં ગાય મળી આવી હતી એક અઠવાડિયા માજ બીજીવાર ગાયની દયનીય હાલત જાહેર માર્ગો ઉપર જોવા મળતા પોતાના પશુઓને આમ રખડતાં ભટકતાં છુટ્ટા છોડતા લોકો સામે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

હરસિધ્ધિ માતાના મંદિર તરફથી સંતોષ ચોકડી તરફ જવાના મુખ્ય માર્ગની સાઇડમા મૃત હાલતમાં ગાય મળી આવી હતી, કલાકો સુધી મૃત હાલતમાં ગાય પડી રહી હતી.

આ અગાઉ સંતોષ ચોકડી પાસે ઇનડસન બેંક સામે જ એક ગાય કણસતી હાલતમા પડી હતી, રાજપીપળા નગરમા પશુપાલકો પોતાના જાનવરોને છુટ્ટા છોડી દેતા હોય છે. હાલ કોરોનાની મહામારી અનેલોકડાઉન વચ્ચે જાનવરોને ખાવાની પણ સમસ્યા જોવા મળી રહી છે, અપુરતા ખોરાકથી જાનવરો અશક્તિ અનુભવી રહ્યા છે, મોતને ભેટી રહયા છે ત્યારે રાજપીપળા નગરપાલિકાએ જે લોકો પોતાના પાળેલા પ્રાણીઓ છુટ્ટા છોડી દે છે તેમના પર ચાંપતી નજર રાખવી જોઈએ. નગરજનોમા આવા પશુઓ છુટ્ટા છોડતા લોકો સામે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here