નર્મદા : રાજપીપળા સેલ્ટર હોમમાંથી પરપ્રાન્તીય મજદુરોને તેમના વતન મોકલવાની કામગીરીનો પ્રારંભ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- અસિક પઠાણ

રાજપીપળા ખાતેની આદર્શ નિવાસી શાળામાં બનાવવામા આવેલ સેલ્ટર હોમમાથી 70 પર પરપ્રાંતીયોને તેમના વતન મોકલાવ્યા..

યુ.પી. ના મજદુરોનો કાફલો લઇ 3 એસ. ટી. બસો બંદોબસ્ત સાથે રવાના કરાઈ

રાજપીપળાથી વડોદરા અને ત્યાંથી રેલ્વે મારફતે યુ. પી. મોકલવાની વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ

દેશમા ફેલાયેલી કોરોનાની મહામારીથી બચવા વડાપ્રધાન મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કર્યા બાદ લાખો શ્રમજીવીઓ અટવાઇ ગયા હતા.સરકારે સહુ પ્રથમ જો જહાં હે વહી પર રહે ની જાહેરાત કરી હતી,અને તમામને સરકાર સહિત સામાજિક સંસ્થાઓ ખાવાની વયવસથા કરસેનુ પણ જણાવ્યું હતું ,સરકારે વયવસથા કરી પણ ખરી પરંતુ 135 કરોડની વસ્તીમા એ વ્યવસ્થાઓ અપુરતી નીવડી.
લોકડાઉનની સરકારે જાહેરાત કરી ,જેમાં લોકોની ધીરજ ખુટતા અને લોકો માટે ખાવાની સમસ્યા ઉભી થઈ જેથી લાખો મજદુરો રસ્તાઓ ઉપર નીકળ્યા,આ મજદુરોથી કોરોનાની મહામારી વધુ ન વકરે એ માટે તેમને રહેવા માટે સેલ્ટર હોમની વ્યવસ્થા સરકાર દ્વારા કરાયેલ હતી.
રાજપીપળા ખાતે આદર્શ નિવાસી શાળામાં સેલટર હોમ મજદુરો માટે શરૂ કરવામાં આવેલ ,આ સેલ્ટર હોમમા રહેવા જમવાની તમામ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
જે મજદુરો ને પોતાના વતન જવુ હોય તો જઇ શકે છે ની જાહેરાત કરવામાં આવતા રાજપીપળા સેલ્ટર હોમ ખાતે રહેતા 70 યુ. પી. ના મજદુરોને સહુ પ્રથમ મોકલવાની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરાઇ હતી. મજદુરોના સ્કેનિંગ મેડીકલ તપાસ કરી એ . ટી. ની ત્રણ બસોમા સોશીયલ ડિસટનસીંગને ધ્યાનમા રાખી વહીવટી અધિકારીઓ સાથે કાફલાને વડોદરા રવાના કરાયો હતો. વડોદરાથી આ મજદુરો યુ.પી. તરફ જતી ટ્રેનમા આગળની મુસાફરી કરીને પોતાના વતન ખાતે પહોચશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here