નર્મદા : રાજપીપળા પાસેના વાધેથા ગામે બર્થ-ડે પાર્ટી મોંધી પડી..!!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

બર્થડે બોય સાથે કુલ 9 યુવાનો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

જમણવાર રાખી સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેરનામાના ભંગથી પડયો રંગમાં ભંગ… તમામ સામે આમલેથા પોલીસ મથકમાં ગુનો નોધાયો

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન સહિત અન્ય પ્રતિબંધો લગાવ્યા છે ,જેતે જીલ્લાના કલેક્ટર દ્વારા સમયાંતરે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે. જેમાં સોશીયલ ડિસ્ટન્સિંગ, જાહેરમા મેળાવડા, બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા, માસ્ક પહેરવા જેવા અનેક નિયમોનુ કડક પાલન કરવાની સુચનાઓ પણ અપાઈ છે ત્યારે રાજપીપળા પાસેના વાધેથા ગામ ખાતે નિયમોને અભરાઈએ મુકી બર્થડેની પાર્ટી ઉજવતા 9 યુવાનોને આમલેથા પોલીસે ઝડપી પાડયા હતા.

વાધેથા ગામ ખાતે રહેતા ગીરીશભાઈ સોમાભાઈ વસાવાનુ ગતરોજ તા 22 મી ના બર્થડે હોય ગામમા જ અન્ય આઠ મિત્રો (1) સચિન વસાવા (2) પરિમલ દાવનજી વસાવા (3) રીતેશ બચુભાઈ વસાવા (4) ગોતમ રમેશ વસાવા (5) હીતા જગદીશ વસાવા (6) નિકાસ સુકીલાલ વસાવા (7) પ્રિતમ કાનજીભાઇ વસાવા (8) સુનીલ મહેન્દ્રભાઈ વસાવા તમામ રહે. વાધેથાના ઓ રાત્રિના સમયે બર્થડે પાર્ટી ભેગા થઇ ઉજવણી કરતા હતા, જમણવારની વ્યવસ્થા પણ હતી ,કોઈ પણ જાતનું નર્મદા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળના જાહેરનામાનુ પાલન થતું ન હોય આ રીતે ભેગા થવાથી કોરોનાની મહામારી વધુ ફેલાવો થાય તેવો ખતરો ઊભો થાય એવુ હોયને પોલીસે તમામ 9 મિત્રોની બર્થડે પાર્ટીમા ભંગ પાડી તમામ સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here