નર્મદા : રાજપીપળા પાસેના ના વાઘેથા ગામે પોલીસને દારૂની બાતમી  કેમ આપે છે કહી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પોલીસના બતમીદાર પર હુમલો કરનારા એક મહિલા સહિત 5 વિરુદ્ધ આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ

નર્મદા જિલ્લા નારાજપીપળા પાસેના  વાઘેથા ગામના એક યુવાનને પોલીસને દારૂની બાતમી આપી અમારે ત્યાં વારંવાર રેડ પડાવે છે તેમ કહી હુમલો કરનાર પાંચ વિરુદ્ધ ફરિયાદ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘેથા ગામના ચંદ્રકાંતભાઇ મનસુખભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ એ પોતાના ખેતરે હતા ત્યારે ગામના પ્રિતેશ દાવનજીભાઇ વસાવાએ અચાનક આવી લાકડી વડે હુમલો કર્યો તેની સાથે બીજા લોકોમાં વિરલ બચુભાઇ વસાવા, સુનિલ મહેંદ્રભાઇ વસાવા,રેખાબેન મહેંદ્રભાઇ વસાવા, ગીરીશ સોમાભાઇ વસાવાએ પણ ગાળો આપી તું પોલીસને દારૂ વેચવા અંગેની બાતમી આપે છે જેથી પોલીસ અમારા ઘરે તેમજ ગામમા અવરનવર આવી રેડ કરે છે. અને હવે પછી જો અમારી બાતમી આપીશ તો જાનથી મારી નાખીસુ તેવી ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી. આમલેથા પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here