નર્મદા : રાજપીપળા નગર પાલિકા દ્વારા ૧૬ લાખના ખર્ચે ચાર માર્ગોના રીસર્ફેસીંગ કામો શરૂ : આજે સૂર્ય દરવાજાનું ખાત મુહરત કરાયું…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કેટલાય સમયથી ઉબડ ખાબડ માર્ગોની મરામત માટે રજુઆત બાદ ગતરોજ છત્રવિલાસ બાદ આજે સૂર્ય દરવાજાના કામનું ખાત મુહરત

ચોમાસા પૂર્વે રાજપીપળા શહેરના છત્રવિલાસ,લીમડા ચોક,નિઝામશાહ દરગાહ અને સૂર્ય દરવાજાના માર્ગોની કામગીરી

રાજપીપળા નગર પાલીકા દ્વારા શહેરના ચાર વિસ્તારના ખખડધજ માર્ગોના રીસર્ફેસીંગની કામગીરીની શરૂઆત થતા વર્ષોથી ખરાબ માર્ગો હવે સારા બનવા જઈ રહયા હોય લોકો માટે આ માર્ગો અવરજવર માટે સુરક્ષિત બનશે.

રાજપીપળા કોલેજ રોડ તરફના છત્રવિલાસ માર્ગની અત્યંત ખરાબ હાલત હોવાથી સ્થાનિકોની રજુઆતના પગલે જે તે સમયે કામચલાઉ કમગીરી કરવામાં આવી હતી પરંતુ છત્રવિલાસ સહિતના અન્ય ત્રણ માર્ગો મળી કુલ ચાર વિસ્તારના માર્ગો તદ્દન ખરાબ હાલતમાં હોવાથી હાલ નગર પાલીકા દ્વારા આ ચારેય માર્ગોનું કામ હાથ ધરાયુ હોય ગુરુવારે પાલીકા દ્વારા છત્રવિલાસના માર્ગનું ખાત મુહરત કરવામાં આવ્યું ત્યાર બાદ આજે શુક્રવારે સૂર્ય દરવાજાના માર્ગનું પણ કામ શરૂ કરવા માટે ત્યાનું પણ ખાત મુહરત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, લાઈબ્રેરી ચેરમેન લીલાબેન વસાવા સદસ્ય જિગરભાઈ કપ્તાન તેમજ ચીફ ઓફિસર જયેશભાઇ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here