નર્મદા : રાજપીપળા નગર પાલિકામાં વેરા વધારા મુદ્દે અહો..આશ્ચર્યમ…!! સત્તા વિપક્ષની સંયુકત પત્રકાર પરિષદ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નગરમા જામ્યો પત્રિકા યુદ્ધ,ખુલાસા માટે બોલાવાઇ પત્રકાર પરિષદમાં ભાજપા અને કોગ્રેસના નેતાઓ એકસાથે !!

પશ્ર ઉઠી રહ્યો છે કે હવે નગરજનો કોની સાથે ??

કોરોનાના કેહેર અને લોકડાઉન વચ્ચે રાજપીપળા નગરપાલિકા દ્વારા હાલ વેરા વધારાની કાર્યવાહીના મામલે પાલિકાનુ રાજકિય માહોલ ખુબજ ચર્ચાસ્પદ બનેલ છે, કોરોનાની મહામારી વચ્ચે નગરપાલિકાના સત્તાધિશો અને વિરોધ પક્ષો દ્વારા લેવામાં આવેલ નગરજનો માટે વેરા વધારો ઝીંકવાનો નિર્ણય હવે સાપે છછુંદર ગળ્યા જેવો ધાટ થઇ ગયો છે.

નગરજનો મહામારીના આ વિકટ સમય અને પરિસ્થિતિમા આર્થિક સહાય કે મદદની રાહ જોતા હતા કે સરકાર તેમને માટે રાહતના પેકેજોની જાહેરાત કરસે, સરકાર દ્વારા અનેક જાહેરાતો કરી અર્થતંત્રને બેઠા કરવાની કોશિશ કરાઇ રહી છે ત્યારે રાજપીપળા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સત્તાધારીઓ અને વિરોધ પક્ષી કોગ્રેસ સાથે કેટલાક અપક્ષો મળીને નગરજનોના માથે વેરા વધારો ઝીંકવાના ઠરાવ કર્યા .

રાજપીપળા નગર જાણે કે જવાળામુખી ઉપર આવી ગયું હોય એમ નગરજનોમા આ નિર્ણય સામે આક્રોશ ફેલાઈ રહ્યો જોઇ તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ ઉત્તમ મહેતાએ પત્રિકા બહાર પાડી વિવાદના મધપુડામા આગ ચાંપતા સત્તા પક્ષ અને વિરોધ પક્ષને એક સાથે જ પત્રકાર પરિષદ બોલાવી ખુલાસો કરવાની ફરજ પડી હતી.

રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ ઉત્તમ મહેતાએ વેરા વધારા મુદ્દે ગંભીર આક્ષેપો સાથે એક પત્રિકા બહાર પાડી છે.જેમાં જણાવ્યું છે કે હાલ સરકાર વિવિધ સહાય પેકેજ આપી રહી છે ત્યારે નમુનેદાર સત્તાધીશો પ્રજાના માટે ટેક્સ નાખે છે.રાજપીપળા પાલિકા સ્થાપનાને 50-60 વર્ષ થયાં પણ આટલો વેરો કોઈ દિવસ વધ્યો નથી.ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજપીપળા પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે કેમ મૌન છે ? એમ પત્રિકામા લખી મનસુખભાઈ વસાવા સાંસદને પણ લપેટમાં લીધા છે.

રાજપીપળા પાલિકાના છેલ્લા 10 વર્ષના યોજનાકીય કામની તટસ્થ તપાસ થાય તો સાચી હકીકત જણાશે.ધારાસભ્ય પી.ડી.વસાવા તમારા પક્ષના પાલિકા સભ્યોએ ભાજપ સાથે મળી શુ ગુટર ગુ કરે છે ? એવો વેધક સવાલ ધારાસભ્ય પી. ડી. વસાવાને પણ પત્રિકા મા પુછાયો છે. વેરા વધારવા બાબતે એમણે તમારો અભિપ્રાય લિધો છે ?

આવા કપરા સમયમાં તઘલખી નિર્ણયો સામે જનતાએ જ અવાઝ ઉઠાવવો પડશે, નેતાઓ તો તમાશો જોવામાં વ્યસ્ત છે.સરકાર વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે તો પછી ટેક્સ વધારવાની જરૂર શુ પડી.સહીત અનેક વેધક સવાલો પત્રિકાના માધ્યમથી સત્તાધીશો અને નેતાઓને કરતા ખળભળાટ મચ્યો છે.

આ પત્રિકા અને વેરા વધારાને લઈને થઇ રહેલા વિવાદ મામલે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ જીગીશબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ,પુર્વ પ્રમુખ ભરત ભાઈ વસાવા, વિરોધ પક્ષના નેતા મુનતજીર શેખ સહિત નાઓએ વેરા કેમ વધારવા પડયા તેની સ્પષ્ટતા કરી હતી.

નગરપાલિકા દ્વારા વર્ષો થી કોઇ જ વેરા વધારો ઝીંકવામાં આવેલ નથી , પરંતુ સુવિધાયુક્ત શાસન કરવા નાણાં ની જરુરીયાત હોય છે. કારોબારી ચેરમેન અલકેશ સિંહ ગોહિલ અને પુર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા એ જણાવ્યું હતું કે ભુતકાળ મા પાણી વેરો ૱ 144 થી સીધા જ ૱ 600 કરવામાં આવેલ, આ બધી કામગીરી નગરજનો ના હિત માંજ છે,વિકાસની યોજનાઓ માટે કર્મચારીઓ ના હિત તેમના પગાર માટે નગરપાલિકા ને વેરા રૂપી આવક મા વધારો કરવાની હાલ ના તબકકે જરુર હોવાનું જણાવ્યું હતું.
નગરપાલિકા સ્વનિર્ભર થસે તો એ નગરજનો ના હિત માંજ સારુ થસે, નગર નો વિકાસ થસે નુ પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટે જણાવ્યું હતું.

પ્રેસ કોન્ફ્રાન્સની જગ્યાએ સામાન્ય સભા બોલાવવી જોઈતી હતી : સદસ્ય મહેશ વસાવા

સદસ્ય મહેશ વસાવાએ આ બાબતે જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ બોલાવી તો સામાન્ય સભા બોલાવી નહોતા શકતા કેમ ના બોલાવી ? પ્રમુખ બે મોઢાની વાતો બંધ કરે.વેરા વધારાની પદ્ધતિ ખોટી, વિકાસના કામો સ્વભંડોળમાંથી નહિ પણ સરકારની ગ્રાંટમાંથી થાય છે. જે તે સમયે વેરા વધારામાં અમે સપોર્ટ કર્યાની તેઓ વાત કરે છે પણ એ સમયે સરકારે આદેશ કર્યો હતો એટલે વેરો વધ્યો હતો. રાજપીપળામાં નાગરિકો જ મકાનો બનાવે છે તેમ છતાં એમની પાસેથી મિલકત વેરો લેવાય છે. તો એમાંથી જ દિવાબતી અને સફાઈ વેરો ગણી લેવો જોઈએ. ભૂતકાળમાં પાલિકા પ્રમુખ તો એમ કહેતા હતા કે અમારી પાસે કોઈ સત્તા નથી તો વેરા વધારવાની સત્તા એમની પાસે કેવી રીતે આવી.

સ્વભંડોળના અભાવે વેરો વધારવાની ફરજ પડે છે : જિગીશા ભટ્ટ, પાલિકા પ્રમુખ

પ્રમુખ જિગીશા ભટ્ટે જણાવ્યું હતું કે વેરા વધારવા માટે અત્યારે એટલે વિકલ્પ ઉભો થયો છે કે પાલિકા પાસે સ્વભંડોળ નથી, સાધનો રીપેર કરવાના નાણાં નથી બીજી કોઈ ગ્રાન્ટ માંથી, સફાઈ કર્મચારીઓ અને રોજમદારોનો પગાર કરવો મુશ્કેલ છે.ત્યારે હાલ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરીએ છે પણ જો વેરો વધશે તો પાલિકાનું સ્વભંડોળ વધશે.જે નગરના હીત માટે જ વપરાશે, નગરજનો બધા જ સહમત છે પણ જૂજ લોકો રાજકારણ રમે છે સામે ચૂંટણી આવી રહી છે એટલે પાલિકાને બદનામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here