નર્મદા : રાજપીપળા નગરમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

અસહ્ય ગરમી કારણે ઉકાળાટ અનુભવતાં નગરજનોએ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં રાહતનો શ્વાસ લીધો

વરસાદ વરસતાં કાયમ જ ખોટકાતી વીજળીથી નગરજનો ત્રાહિમામ.. વીજ કંપનીની પ્રિ-મોનસુન કામગીરીના ધજાગરા

રાજપીપળા ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હોય અસહ્ય ગરમી ઉકાળાટ અનુભવતાં નગરજનોએ ઠંડકનો અહેસાસ અનુભવ્યો હતો.
નગરમા ત્રણ ચાર દિવસ પહેલા વરસાદ વરસ્યા બાદ અચાનક જ વરસાદ ગાયબ થઇ જતા વાતાવરણમા ભારે ઉકળાટ અને બફારો પ્રસરી જતાં લોકો અસહ્ય ગરમ બફારા અને ગરમીથી કંટાળ્યા હતા, આશમાનમા ચોમાસાના વાદળો સુરજદાદા સાથે સંતાકૂકડીની રમત રમતા હતાં ત્યારે ક્યારે વરસાદ વરસે તેની કાગડોળે રાહ જોવાતી હતી, ત્યારે આજરોજ રાજપીપળા નગર સહિત સમગ્ર પંથકમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પધરામણી થતાં લોકો ગરમીમાં રાહત અનુભવી રહયા છે.

રાજપીપળા નગરમા રાત્રિના આઠ વાગ્યાની આસપાસ વરસાદ ખાબકતાં નગરના મુખ્ય સ્ટેશન રોડ પર પાણી ફરી વળ્યા હતાં. વીજ કંપનીની પ્રિ-મોનસુન કામગીરીની પોલ વરસાદ થતાં હંમેશા ખુલ્લી પડતી હોય છે, ત્યારે આજરોજ પણ વરસાદ ખાબક્યો અને અડધાં કલાક બાદ વીજળી ડુલ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here