નર્મદા : રાજપીપળા નગરપાલિકા દ્વારા જનતા પર ભારણ નાંખી વેરા વધારવામાં ભાજપા-કોગ્રેસની મિલીભગત…!!

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે નગરજનો ઉપર વેરા વધારો ઝીંકવાના ઠરાવ ફરતી સામાન્ય સભા દ્વારા પાસ કરાતા નગરજનોમા ભારે રોષ..

વિરોધ પક્ષ કોગ્રેસ સત્તાધારી ભાજપના ખોળે જઇને બેઠું !! નગર પાલિકામાં સત્તાપક્ષ ઈજારેદાર તો વિરોધપક્ષ ઠેકેદાર જેવો ઘાટ સર્જાયો…!!

નગરજનો હવે વધારાના સફાઈ વેરા લાઇટવેરા પણ ભરવા પડશે… રહો તૈયાર…!!

રાજપીપળા નગરપાલિકા એટલે દલાતરવાડી ની વાડી આ ઉક્તિ ફરી એકવાર સાર્થક થઇ છે. નગરપાલિકા ના ઇતિહાસ મા સહુ પ્રથમવાર લોકડાઉન અને કોરોના ના કહેર વચ્ચે સામાન્ય સભા નો ફરતો ઠરાવ કરવામાં આવ્યો છે,જેમાં વગરપાલીકા દ્વારા લેવામા આવતા તમામ વેરાઓમાં તોતિંગ વધારો ઝીંકવાના સત્તાધારી ભાજપાના શાસકો એ તખતો તૈયાર કર્યો છે,જે માટે વિરોધ પક્ષી કોગ્રેસ સત્તાધારી ભાજપના ખોળે જઇને બેસતા નગરજનો મા ભારે રોષ સાથે અનેક જાતના તર્ક વિતર્ક વહેતા થયા હતા.

રાજપીપળા નગરપાલિકા અને વાદવિવાદો જાણે કે એકબીજાના પર્યાય બની ગયાં હોય એમ પાલિકા તંત્ર વારંવાર વાદવિવાદ અને ચર્ચા મા રહેતુજ હોય છે.થોડાક સમય પહેલા નગરપાલિકા દ્વારા વેરા વધારો ઝીંકવાના પ્રયાસો હાથ ધરાયા હતા, જેને મોકુફ રાખવામા આવેલ પરંતુ વેરા વધારો ઝીંકવાનો બોટલમાં પુરાયેલા જીન ફરી એકવાર બોટલમાંથી કોગ્રેસ નો સહારો લઇ ને બહાર નીકળી આવ્યો છે. આ માટે ભાજપના પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટે રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભા નો ફરતો ઠરાવ 1/2020 તા 27-4-2020 ના રોજ કોરોના ની મહામારી ને આગળ ધરી તેની આડમાં સામાન્ય સભા બોલાવવાનો દોષ નો ટોપલો સરકાર ઉપર ઢોળ્યો છે , અને સામાન્ય સભા નો ફરતો ઠરાવ કરવા માટે નો જે સરક્યુલર ફેરવ્યો તેમા સરકાર સામાજિક અંતર જાળવવા નું કહેતી હોય લોકડાઉન ચાલતું હોય કપરાં કાળમાં સામાન્ય સભા બોલાવી ન શકાય નુ રોદણુ રડી ને ફરતો ઠરાવ બહાર પાડી વેરા વધારો ઝીંકવાના મામલે સદસયો ના મત જાણવા એજનડો બહાર પાડવામાં આવેલ.પાલિકા ના ઇતિહાસ મા કદાચ સહુ પ્રથમ આ ધટના ધટી હસે.

નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ સરક્યુલર સદસયો ના ધરે ધરે ફેરવી એજન્ડા ઉપર તેમની સહીઓ લેવાઇ હતી.નગરપાલિકાના 24 સદસયો પૈકી 18 સદસયો એ સહીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે, નગરપાલિકા મા ભાજપા નું શાસન છે પરંતુ દલાતરવાડી ની વાડી ની જેમ વિરોધ પક્ષી કોગ્રેસ પણ પ્રજા હિત મા વેરા વધારો ઝીંકવાના ઠરાવ નો વિરોધ કરવાને બદલે એક ખરાઇ વિપક્ષ ની ભૂમિકા ભજવવાની જવાબદારી ભુલી જઇને ભાજપા ના ખોળામાં જઇને બેસી ગયેલ.જો કોગ્રેસ ઠરાવ નો વિરોધ કરેલ હોત તો વેરા વધારો ઝીંકવાના ઠરાવ નુ સૂરસૂરિયું થયું હોત.ઠરાવ ના સરક્યુલરમા કોગ્રેસ ના કમલ ચૌહાણ, ભાજપના સંદેશ દશાદી, અપક્ષ મહેશભાઈ વસાવા(મનકો) ,સલીમ સોલંકી , કવિતાબેન માછી અને મહેશભાઈ કાછીયા એ સહીઓ કરી ન હોવાનું જાણવા મળ્યું છે.

વિરોધ પક્ષ કોગ્રેસ ના પાલિકા ના નેતા મુનતજીર શેખ અને કોગ્રેસ આગેવાન પાલિકા ના પુર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા સત્તાધારી ભાજપના નગર ના ગરીબ રહીશો ની કમ્મર તોડી નાખનારા ઠરાવ ને કેમ સમર્થન આપી રહ્યા છે નગરજનો ને એજ સમજાતુ નથી !! આ બન્ને નેતાઓ જે વોર્ડ માથી ચુંટાઇને આવેલા છે એ વોર્ડ મા 70 થી 80 ટકા ગરીબી ની રેખા નીચે જીવતા પરિવારો વસવાટ કરે છે, શુ આ લોકો તોતિંગ વેરા વધારો સહન કરી સકશે, કારણ હાલ કોરોના ની મહામારી વચ્ચે બધા બેરોજગાર અને લાચાર બન્યા છે.વેરા મા વધારો આ વર્ગ ના લોકો ને ભરવો પરવડે તેમજ નથી,કોગ્રેસ આ તમામ હકીકત ને જાણેછે છતાં સમર્થન કેમ ?? ખેર રાજનીતિ છે એમની પણ કોઇ મજબૂરી રહી હસે.

નગરપાલિકા પાણી વેરા મા જે હાલ 600 છે તેના 1100 કરવા , હોટલ રેસ્ટોરન્ટ ના 1000 ના 5000 કરવા, લારીઓ પથારા વાળા ના જે ૱ 5 છે તેને20 કરવા, ગાર્ડન ની લારીઓ જે હાલ ૱ 40 થી 50 આપેછે તેના 100 સુધી કરવાની દિશામાં ચક્રો ગતિમાન થઇ રહયા છે. નગરજનો ને માથે લાઇટવેરા અને સફાઈવેરા ના નામે વધારાનો બોજો નાખવાની દિશા માં નગરપાલિકા આગળ વધી રહી છે.આ માટે કોઈ ને વાંધા હોય તો એક મહિના ની મુદ્દત મા વાંધા રજુ કરવા જણાવ્યું છે .

કોરોનામા આર્થિક સહાય કરવાને બદલે બોજ નંખાયુ :- પુર્વ પાલિકા પ્રમુખ મહેશ વસાવા

નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફરતો ઠરાવ રજુ કર્યો એ તેમની નિષ્ફળતા દરશાવે છે, નગરપાલિકાના ભાજપના અને કોગ્રેસના મોટા નેતાઓએ ભેગા થઇ નગરપાલિકાના વેરા વધારવાની તરફદારી કરી હોવાનો આરોપ સદસ્ય મહેશ વસાવાએ લગાવ્યો હતો. નગરની જનતા સાથે આ વિશ્વાસઘાત હોવાનું પણ તેઓએ જણાવી કોરોનાના કપરાં કાળમાં નગરજનોને મદદની જગ્યાએ વેરા વધારો ઝીંકવાના આ પ્રયાસની ટીકા કરી હતી. સામાન્ય સભા નહી બોલાવીને ફરતો ઠરાવ કરવામાં આવ્યો તેની પણ ટીકા કરતા જણાવ્યું હતું કે સદસ્યોને સભામા કોઈપણ ઠરાવ પર બોલવાનો અધિકાર હોય છે ફરતો ઠરાવ નગરજનો તરફથી બોલવાનો અમારો અધિકાર પણ છીનવાયો હોવાનું મહેશ વસાવાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here