રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ જાહેર સ્થળે માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા
કરજણ નદીના કાંઠે મોકડિલ દરમિયાન કલેક્ટરના જાહેર નામાનો ખુલ્લેઆમ ભંગ
ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપેનો કિસ્સો આજરોજ રાજપીપળા ના કરજણ નદી ના ઓવારા પાસે બન્યો હતો.
કોરોના વાયરસનો કેહેર વધી રહ્યો છે.ગુજરાત સરકારે લોકડાઉનમાં શરતોને આધીન અમુક છુટછાટ આપી છે.લોકો બહાર નીકળે તો માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એવા નિયમો સરકારે ફરજીયાત કર્યા છે. નર્મદા જિલ્લામાં પણ જ્યારે કોરોનાના કેસ સામે આવ્યા ત્યારે નર્મદા કલેકટર મનોજ કોઠારીએ માસ્ક ફરજીયાત પહેરવું અને જો કોઈ માસ્ક વગર પકડાય તો એ દંડને પાત્ર થશે એ રીતનું એક જાહેરનામું પણ બહાર પાડ્યું હતું.આ બધું કરવા પાછળ તંત્રનો એક જ આશય છે કે લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાય રહે.નર્મદા જિલ્લામાં પણ તંત્ર માસ્ક વગરના લોકોને સ્થળ પર દંડ વસુલે જ છે. રાજપીપળા પાલિકાની વિવિધ ટિમો પણ એ બાબતે ફરી રહી છે, પાલિકાએ પણ ઘણા માસ્ક વગરના લોકોને દંડ ફટકાર્યો છે.પણ રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલ પોતે મંગળવારે માસ્ક વગર નીકળ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
બન્યું એમ કે રાજપીપળા પાલિકા દ્વારા કરજણ નદીના ઓવરે મોકડ્રિલનું આયોજન કરાયું હતું.એક બોટમા પાલિકા CO જયેશ પટેલ પાલિકાની ટીમ સાથે કરજણ નદીમાં વિહાર કર્યો હતો અને વિવિધ બાબતોનું ચેકીંગ કર્યું હતું.ચોમાસા પેહલા જો કોઈ આપદા આવે તો પાલિકા સજ્જ હોવું જોઈએ એ બાબતની એક મોક ડ્રિલ હતી.પણ પોતાની આ કામગીરી દરમિયાન પાલિકા CO જયેશ પટેલે અને અન્ય પાલિકા કર્મીઓએ માસ્ક પેહેર્યું જ ન હતું, સાથે સાથે સોશિયલ ડિસ્ટનસિંગના પણ ધજાગરા ઉડ્યા હતા.
હવે પશ્ર નગરજનોમા એ ઉઠી રહ્યો છે કે બીજાને માસ્ક વિના દંડ ફટકારવાની સત્તા જે નગરપાલિકાને છે તેનાજ વડા માસ્ક વિના જાહેરનામાનો ભંગ કરતા નજરે પડ્યા છે તો તેમને દંડ કોણ કરશે ???