નર્મદા : રાજપીપળા કરજણ નદીના કિનારે માછી સમાજના કબ્રસ્તાનમા તળાવની કામગીરીનો વિરોધ….

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સુજલામ સુફલામ યોજના અંતર્ગત થતી તળાવ બનાવવાની કામગીરીમા ભારે ભ્રષ્ટાચાર…,કોઇ પણ પ્રકારનો વર્કઓર્ડર નહીં

રાજપીપળા મામલતદારને જાણ કરાતા સ્થળ નિરીક્ષણ કરી તળાવ ખોદવાની કામગીરી બંધ કરવાઇ

રાજપીપળા ખાતે કરજણ નદીના કિનારે  સ્મશાનગૃહ પાસે તળાવ બનાવવાની કામગીરી આરંભતા નગરના માછી સમાજ દ્વારા તેનો ભારે વિરોધ કરી રાજપીપળા મામલતદારને જાણ કરાતા સ્થળ તપાસ કરી તળાવ ખોદવાની કામગીરી બંધ કરાવાઇ હતી,ત્યારે આ તળાવ કરજણ નદીના પટમા જ નદીના મુખ્ય પટથી માંડ પચ્ચાસ મીટર દુર ખોદવામા આવતાં તંત્રની કામગીરીમા લાલીયાવાડી અને ભ્રષ્ટાચાર જોવા મળ્યા હતા. નર્મદા જીલ્લા પંચાયત હસ્તકના સિંચાઇ વિભાગ દ્વારા કરજણ નદીના કિનારે આવેલ સ્મશાનગૃહની બાજુમાં કે જયાં રાજપીપળાનો માછી સમાજ પોતાના બાપ દાદાના જમાનાથી મૃતદેહોની દફનવિધિ કરતો આવ્યો છે ત્યાં તળાવ ખોદવાની કામગીરી શરુ કરવામાં આવેલ  પોતાના બાપ દાદા ઓને જયાં દફનવિધિ કરેલ છે એ જગ્યાએ તળાવ ખોદવાની કામગીરી  કરાતી હોવાની જાણ થતાં માછી સમાજના લોકો એ સ્થળે દોડી આવ્યા હતા અને મામલાની જાણ રાજપીપળા મામલતદારને કરવામાં આવી હતી. મામલતદાર કચેરીમાંથી સર્કલ તલાટી સહિતનો કાફલો ત્વરિત જ સ્મશાનગૃહ ખાતે આવી પહોંચ્યો હતો અને તળાવનુ ખોદકામ કરતાં જે.સી. બી. મશીનોની કામગીરી બંધ કરાવી હતી તેમજ માછી સમાજની ફરિયાદને પગલે આ જમીન ઉપર તળાવ ખોદવાના વર્કઓર્ડર કોણે આપ્યાની પુછપરછ આરંભી સ્થળ સથિતિનો પંચકયાસ કર્યો હતો. કરજણ નદીના મુખ્ય પટને અડીને જ તળાવ ખોદવાની કામગીરી કરાતી હોવાનુ જોઈને મામલતદાર કચેરીના અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here