નર્મદા : રાજપીપળાની આદર્શ નિવાસી શાળામાં અબુધાબીથી આવેલા 133 શ્રમિકો ક્વૉરન્ટાઇન

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

અબુધાબીથી આવેલ શ્રમિકની વિચિત્ર માંગ કહ્યું, “હું દુબઈથી મોંઘી ચોકલેટો લાવ્યો છું, મને ફ્રીઝ આપો…”

નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતેની આદર્શનિવાસી શાળામાં અબુધાબીથી આવેલ શ્રમિકોને મુકવામાં આવેલ છે ત્યારે તેઓએ અહિંની સગવડો સામે પશ્રો ઉઠાવ્યા છે, જે હાલના સંજોગોમા હાસ્યાસ્પદ લાગી રહ્યા છે.
વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. લોકડાઉનને પગલે ભારતમાંથી અન્ય દેશોમાં રોજીરોટી માટે ગયેલા અને ફસાયેલા લોકો પોતાના વતનમાં પરત આવવા માટે સરકારને આજીજી કરી રહ્યા છે.જેને ધ્યાને લઇ સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે એ મુજબ વિદેશમાંથી આવતા લોકોને ફેસિલિટી ક્વૉરન્ટાઇન કરવા, ફેસિલિટી ક્વૉરન્ટાઇન માટે ફ્રી માં સરકારી વ્યવસ્થા તો હોય જ છે પણ જો VIP સુવિધાઓ જોઈતી હોય તો જે તે વિસ્તારમાં આવેલી હોટેલમાં વ્યક્તિએ સ્વખર્ચે જવાની સરકારે જોગવાઈ કરી છે એની માટે તંત્રએ હોટેલ સાથે અમુક રેટ પણ ફિક્સ કર્યા છે. 27 મી મેં ના રોજ અબુધાબીથી ગુજરાતના 133 શ્રમિકો વિમાન માર્ગે અમદાવાદ, વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી એમને એરપોર્ટ પર સ્ક્રીનિગ કરી સીધાં જ બસ મારફતે રાજપીપળાની આદર્શ નિવાસી શાળા ખાતે ફેસિલિટી ક્વૉરન્ટાઇન માટે લવાયા હતાં.

દરમિયાન એ શ્રમિકો પૈકીના અમુક લોકોએ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ પાસે VVIP સગવડની માંગ કરતા મામલો ગરમાયો હતો, સ્થાનિક અધિકારીઓએ સમજાવવા છતાં મામલો થાળે ન પડતા વડોદરાના કરજણ તાલુકાનો મિલન પટેલ અને નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. કશ્યપ વચ્ચે શબ્દિક ઘર્ષણ પણ થયું હતું. ડો. કશ્યપ દ્વારા મિલન પટેલને એમ સમજાવાયુ હતું કે સરકાર તરફથી મળતી સુવિધા મામલે મેં અગાઉથી જ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે, સરકાર તમને આનાથી વધુ સુવિધા ન આપી શકે જો તમારે જવું હોય તો હોટેલમાં પણ જઈ શકો છો. તો એની સામે એણે એમ જણાવ્યું કે અમે મધ્યમ વર્ગના લોકો ખર્ચ કેવી રીતે કરી શકીએ તમે અમને અહીંયા જ વ્યવસ્થા કરી આપો. આમ શ્રમિકોએ આરોગ્ય વિભાગને સાથ સહકાર ન આપતા આરોગ્ય અધિકારીઓ દ્વિધામાં મુકાયા હતા.

કોરેનટાઇલ હેઠળ મુકાયેલ મુસાફરે તો પોતે પોતાના જીવની ફીકર કરવાને બદલે અબુધાબીથી લાવેલ ચોકલેટોની વધારે ફીકર કરી હતી, અને આરોગ્ય વિભાગ પાસે ફ્રિજની માગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here