નર્મદા : રાજપીપળાની અદાલતે ઓન લાઈન સુનાવણીમાં બળાત્કારના આરોપીઓના જામીન રદ કર્યા…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

આમલેથા પોલીસ સ્ટેશનના બળત્કારની કોશિશના ગુનાના આરોપીઓની નર્મદા જીલ્લાની કોર્ટે ઓન લાઈન જામીન અરજીની સુનાવણીમાં જામીન અરજી રદ કરી

મળતી માહિતી મુજબ આરોપીઓ આમલેથા પોલીસ સ્ટેશનના બળત્કારની કોશિશના ગુનાના આરોપીઓ 1. હેમંતભાઈ બાબુભાઇ વસાવા 2. ભાવિનભાઈ રમેશભાઈ વસાવા 3. રાજેશભાઈ ઉર્ફે મંડોલ નાઓનો સમાન ઈરાદો પાર પાડવા સારું ભેગા મળી અગાઉની મોબાઈલ બાબતની અદાવત રાખી ભોગબનનારના ઘરમાં પ્રવેશકરી ભોગબનનાર ના કપડાં ફાડી ત્રણેય આરોપીઓએ બળાત્કાર ની કોશિશ કરી ઇજા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ જેની ફરિયાદ થતા તેઓની આમલેથા પોલીસે ધરપકડ કરી . જેમાં આજરોજ નર્મદા જિલ્લા zoom એપ્લિકેશન ના મારફતે માનનીય જડ્જ શ્રી એડી સેસન્સ જડ્જ તમાંગ સાહેબ ની કોર્ટ માં તેઓની જામીન અરજી ની સુનાવણી online કરવામાં આવેલ જેમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ ના ઓએ દલીલો કરેલ હતી જે માન્ય રાખી આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે .
આમ નર્મદા જિલ્લા માં zoom એપ્લિકેશન ના માધ્યમ થી સદર જામીન અરજી ની સુનાવણી થયેલ હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here