રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
કિશાનનગર વડોદરાના ગ્રાહકે આઇસક્રીમ ખાતાં જુની એક્સપાયરી ડેટનુ હોવાનું બહાર આવ્યું
નગરપાલિકા, મામલતદાર સહિત પોલીસ મથકમાં ફરિયાદ કરાતાં ભરૂચથી ફુડ ઇન્સ્પેક્ટર રાજપીપળા દોડી આવ્યા
એક્સપાયરી ડેટના ઠંડા પીણા મળી આવતા તેનુ નાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
રાજપીપળા નગરના મુખ્ય સ્ટેશન રોડ પર આવેલ જાણીતી રવિરાજ કોલ્ડ્રીંક્સમાંથી એક્સપાયરી ડેટનુ આઇસક્રીમ ગ્રાહકને આપતા આઇસક્રીમનો સ્વાદ જ બદલાઈ ગયો હોય ખાવા લાયક ના હોવા છતાં ગ્રાહકને વેચાણ કરાતાં ભારે હોબાળો મચ્યો હતો. ગ્રાહકે નગરપાલિકા, મામલતદાર સહિત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભરૂચ ખાતેથી ફુડ ઇન્સ્પેક્ટર રાજપીપળા દોડી આવ્યા હતા અને મામલાની છાનબીન કરતા આઇસક્રીમ એક્સપાયરી ડેટનુ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર શબ્બીર મન્સુરી રહે. કિશાનનગર, વડોદરાનાઓ ગતરોજ બપોરે રવિરાજ કોલ્ડ્રીંક્સમાંથી બે આઇસક્રીમના કપ રૂ. 25 ની કિંમતના લાવ્યો હતો, પોતાની દીકરીને ખાવા આપતા તેમજ ઘરના અન્ય ઈસમોએ ખાતા તેના સ્વાદમા ફેરફાર લાગતાં ફરિયાદ કરવા માલિક પાસે જતાં મામલો બિચકયો હતો જેથી ગ્રાહકે તેની ફરિયાદ રાજપીપળા નગરપાલિકા, મામલતદાર નાંદોદ સહિત પોલીસ મથકમાં કરતા સમગ્ર બનાવની તપાસ કરવા છેક ભરૂચથી ફુડ ઇન્સ્પેક્ટરને બોલાવવાની ફરજ પડી હતી.
ભરૂચ ખાતેથી ફુડ ઇન્સ્પેક્ટર આર. એન. ચૌહાણ તપાસ અર્થે આવતા તેઓએ રવિરાજ કોલ્ડ્રીંક્સમાંથી એક્સપાયરી ડેટની ઠંડા પીણાની બોટલો ઝડપી પાડી હતી અને તેનુ નાશ કર્યુ હતુ.
ગ્રાહકની આઇસક્રીમની ફરિયાદ અંગે ફુડઇન્સ્પેક્ટરને પુછતા તેઓએ ગ્રાહકની ફરિયાદ અનુસાર આઇસક્રીમ એક્સપાયરી ડેટનો એટલે કે યુઝ બિફોર ડેટ પતી ગયાનું તેઓએ જણાવ્યું હતું.
રાજપીપળા નગરપાલિકામાં ફુડ ઇન્સ્પેક્ટર જ નથી !!!!
નર્મદા જિલ્લામા એકમાત્ર વડું મથક રાજપીપળા ખાતે જ નગરપાલિકા આવેલ છે, જીલ્લાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઇ રહ્યો છે, હોટલ વ્યવસાય ખાસ કરીને ખુબજ વિકસીત થઇ રહ્યો છે, ત્યારે રાજપીપળા નગરપાલિકામા તેમજ ફુડ એન્ડ ડ્રગ્સની કચેરી ખાતે ફૂડ ઇન્સ્પેક્ટર જ નથી !
દાયકાઓથી નગરપાલિકામા આ જગ્યા ખાલી પડેલી છે કોઇ જાતની જાહેરાત કરી આ જગ્યા ભરવામાં જ નથીં આવતી, જોકે ફુડ ઇન્સ્પેક્ટરની જગ્યા ભરવી ખુબજ જરૂરી છે તેમ છતાં પણ દાયકાઓથી કેમ આ જગ્યા ભરાતી નથી.
રાજપીપળામા આવો કોઈ પશ્ર થાય તો ભરૂચથી ફુડ ઇન્સ્પેક્ટર બોલાવી કામગીરી હાથ ધરવામાં આવે છે, આ જગ્યા પર નિયુક્તિ થાય એ દિશામાં સરકારે જરૂરી કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે.