નર્મદા : રાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31 મી મેરેજ એનિવર્સરી સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી રીતે ઉજવી

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રક્તદાતા દંપતીનું રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા સન્માન પત્ર આપી શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરાયું

રક્તના જરૂરિયાતમંદો માટે પત્રકાર દંપતીએ રક્તદાન કરી અન્ય રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા…

૩૦મી મેના રોજ રાજપીપળાના જાણીતા પત્રકાર અને લેખક દીપક જગતાપ અને જ્યોતિ જગતાપ દંપતીએ પોતાની 31 મી એનિવર્સરી સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી રીતે ઉજવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશવાસીઓને રક્તદાન કરવાની અપીલને સ્વીકારી દરેક લગ્નતિથિએ સજોડે રક્તદાન કરવાનો સંપર્ક સંકલ્પ કરી 30 મી મે ના રોજ રક્તદાન કરવાનું શરૂ કર્યું છે. આજે દીપકભાઈ જ્યોતિબેનની 31 મી એનિવર્સરીએ જાતે બ્લડ બેંક પર પહોંચીને રક્તદાન કર્યું હતું. આ વર્ષે પણ બંને પતિ-પત્નીએ બીજીવાર સાથે રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમેન એન.બી મહિડા, ગાયત્રી પરિવારના ટ્રસ્ટી ભરતભાઇ વ્યાસ રેડક્રોસ મંત્રી રાણાસાહેબ, ટ્રસ્ટી ડો. કિરણસિંહ જાદવ સહીત ટ્રસ્ટીઓએ બંને પત્રકાર દંપતી દીપક જગતાપ જ્યોતિ રેડક્રોસ સોસાયટી બ્લડબેંક તરફથી બંનેનું શાલ ઓઢાડી સન્માન પત્ર આપી પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું.
આ યાદગાર ક્ષણે પત્રકાર, લેખક દીપક જગતાપએ જણાવ્યું હતું કે 2013 માં અમારા બંનેનો કાર અકસ્માત થયો હતો. તેમાં ઓપરેશનમાં લોહીની જરૂરિયાતનું મહત્વ સમજાયા પછી કન્યાદાન, નેત્રદાન, દેહદાન જેટલું જ મહત્વ રક્તદાનનું પણ મહત્વ છે એ સમજ્યા પછી દર વર્ષે નિયમિત રક્તદાન કરવું એ નક્કી કરી માનવતાનો ધર્મ સૌથી મોટો ધર્મ સમજીને દર વર્ષે લગ્નતિથિ (marriage anniversary )એ અમે બંને રક્તદાન કરી લગ્ન તીથી ઉજવવાનું નક્કી કર્યું. વળી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રક્તદાન કરવાની અપીલ પણ ગમી અને દર વર્ષે 30 મી મેના રોજ લગ્ન તિથિએ અમે બંનેએ રક્તદાન કરવાનું નક્કી કર્યું આજે અમારી 30મી marriage anniversary પણ રક્તદાન કરીને ઉજવવાનો આનંદ છે રક્તદાનના પ્રેરણાસ્તોત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આ કાર્યક્રમ સમર્પિત કરી અભિનંદન પાઠવીએ છીએ તેમજ સદાબહાર જીવન જીવનાર દંપતીએ પી.એમ મોદીના નેતૃત્વમાં દેશ ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here