નર્મદા :રાજપીપળાના જયભોલે ગ્રુપ રાજનગર સોસાયટી દ્વારા રૂ. 9.60 લાખની કિંમતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

1249 કીટ બનાવી જીલ્લા ના અંતરિયાળ ગામડાના લોકોને મદદ કરવા માટે ચીજવસ્તુઓનું સેવા યજ્ઞ

રાજપીપળા નગર ની રાજનગર સોસાયટી અને તેમનું જયભોલે ગ્રુપ કોરોના ની મહામારી ના સમયે ગરીબ જરૂરિયાત મંદો ની વહારે પહોચી ગયુ હતું અને એવા અંતરિયાળ ગામડાના લોકોને મદદ પહોચાડી હતી કે જેઓ ખરેખર લોકડાઉન અને કોરોના ના કહેર વચ્ચે મુશ્કેલી મા મુકાયા હતા.

રાજનગર સોસાયટીમાં અને તેમના જયભોલે ગ્રુપ દ્વારા જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ જેમકે ચોખા, લોટ, તેલ, ખાંડ, તુવરદાળ, મરચી મસાલા શાકભાજી સહિત ની 1249 જેટલી કીટ જેની કિંમત ૱ 960497 ની બનાવી ને અંતરિયાળ ગામડા જેવાકે હાડી, ઢોલકી, દડવાડા, નામલગઢ, ડાબેરી, કમોદીયા, વણઝાર, બારફળીયા, જીતગઢ, સરકાર સરોવર ડેમસાઇડ , જીતનગર જેવાં જરૂરિયાતમંદ ગામડાના લોકોને મદદ પહોચાડી હતી.

રાજપીપળા આદર્શ નિવાસી શાળા માં બનાવવા મા આવેલ સેલટર હોમ મા રહેતા પરપ્રાંતીય શ્રમજીવીઓ ના ખાવા માટે ની વયવસથા પણ જીલ્લા વહીવટી તંત્ર ના કહેવાથી જયભોલે ગ્રુપ રાજનગર સોસાયટી દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here