નર્મદા : રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટીવ દર્દી સાજો થતાં આજે રજા અપાઇ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટિવ કેસના ૫ દર્દી સારવાર હેઠળ

રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા પાસે વાગડીયા સાઈટ પર એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતાં ૨૫ વર્ષિય સરજુભાઈ સુરેશભાઈ વિષકરમા આજે સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, ત્યારે સાજા થઈને પોતાના ઘરે જઈ રહેલાં આ દર્દીને મેડિકલ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લામાં આજદિન સુધી નોધાયેલા કુલ-૨૩ પોઝિટિવ કેસો પૈકી સાજા થયેલા કુલ -૧૯ દર્દીઓને રજા અપાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કુલ- ૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

તદઉપરાત ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. આજે ૪૦ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા છે.

નર્મદા જિલ્લામાં આજે તા. ૧૦ મી જુન,૨૦૨૦ ના રોજ આરોગ્ય ટુકડીઓ દ્વારા કુલ-૫૫૦૬૯ વ્યક્તિઓનુ ડોર ટુ- ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં કફના- ૪૯ દરદીઓ, તાવના -૩૫ દર્દીઓ અને ડાયેરિયાના-૨૯ દર્દીઓ સહિત કુલ -૧૦૪ જેટલા દર્દીઓ ઉક્ત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here