નર્મદા : રાજપીપલાની મુસ્લિમ યુવતી માનવ જગત માટે બની પેરણા સ્ત્રોત….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

પવિત્ર રમઝાન માસ અને લોકડાઉનને અનુલક્ષી 500 જેટલા હિન્દુ મુસ્લિમોને જવનજરૂરિયાતની કીટનુ વિતરણ કર્યુ

પોતાના પગારમાથી કોમવાદમા રાચતા તકસાધુઓ વિધટનકારીઓને યુવતીની સખાવતે આપ્યો સણસણતો જવાબ

આવી પડેલી વિપદાના સમયે નાત જાતકે ધર્મ જોયા વિના તમામની મદદ કરવી એજ સાચો ધર્મ :- પ્રોફેસર શબનમ

રાજપીપળાના જાનીપાયગા વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ સમાજની યુવતીએ સમાજમા કોમવાદ અને વૈમનસ્ય ફેલાવી જ્ઞાતિ અને જાતિ તેમજ ધર્મના નામે અરાજકતા ફેલાવી પોતાના રોટલા શેકતા ફિરકાપરસતોને તેની સામાજિક પ્રવૃતિથી લોકડાઉન જેવિ કપરી પરિસ્થિતિ અને પવિત્ર રમઝાન માસમા હિન્દુ મુસ્લિમ બન્ને સંપ્રદાયના લોકોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ આપીને સણસણતો જવાબ આપ્યો છે.

લોકડાઉનના લીધે સામાન્ય જનજીવન ઉપર તેની માઠી અસર પડી છે,લોકો કામકાજ વિહોણા થયા છે જેથી આર્થિક સંકડામણ અનુભવી રહયા છે.કેટલાક લોકો પાસે બે ટંકનું જમવાનું પણ નસીબ નથી.જોકે સમાજમા દાતાઓ પણ ગરીબ લોકોની સેવા કરવા આગળ આવ્યા છે. જે આપણી ભારતીય સંસ્કૃતિના ખરા દર્શન કરાવે છે. રાજપીપળાના જાની પાયગા વિસ્તારમાં રહેતી શબનમ મહેબૂબભાઈ કડીવાલા ન્યૂ રાજ ઓટોમોબાઈલ્સ વાળાની સુપુત્રી છે પોતે ઉચ્ચ અભ્યાસ કરી વડોદરાના તરસાલી ખાતે આઈ.ટી.આઈ.મા પ્રોફેસર તરીકેની ફરજ બજાવે છે. એમ.ટેક.સુધીનો અભ્યાસ કરેલ આ યુવતી દેશમા આજે જયારે કોરોના મહામારીના નામે પણ કોમવાદ અને કોમી વૈમનસ્ય ફેલાવાઇ રહયું છે ત્યારે નાતજાતને અભરાઈએ ચઢાવી ગરીબ લોકોની વહારે આવી છે.

શબનમ કડીવાલાએ પોતાના પગારમાથી બચાવેલા રૂપિયાથી ગરીબો ને 500 જેટલી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ બનાવી તેનુ હિન્દુ મુસ્લિમ બન્ને સંપ્રદાયના ગરીબ લોકોમા વિતરણ કર્યુ હતુ.

ઉચ્ચ અભ્યાસ કર્યો હોય આ યુવતી પોતાના મુસ્લિમ સમાજને અને તેમાં પણ ખાસ મુસ્લિમ યુવતીઓને ગરીબ લોકોની હંમેશા જો અલ્લાહએ આપણને આપ્યુ હોય તો કોઇ પણ સમયે મદદ કરવી જોઈએ એવી શીખ આપી હતી. અને હાલ લોકડાઉન જાહેર થયો હોય ને સરકાર દ્વારા નિયત કરાયેલ નિયમોનુ પાલન કરી ઘરમા રહો અને સુરક્ષિત રહો નો સંદેશ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here