નર્મદા :રાજપીપલાના યુવાન દ્વારા ફેસબુક ઉપર કોમી વૈમનષ્ય ફેલાય એવી પોસ્ટ વાયરલ કરતા પોલીસ ફરિયાદ….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

કોરોનામાં મૃત્યુ પામેલા અમદાવાદના કોર્પોરેટોર બદરુદ્દીન શૈખની મોતની આડમાં કોમી વૈમનષ્ય ફેલાવવાનો હીન પ્રયાસ….

કોમવાદી તત્વો દેશ પર આવેલ કોરોનાની આફતને ગંભીરતાથી લેવાને બદલે દેશમાં અરાજકતા કોમવાદ ફેલાવવા તત્પર

નર્મદા એલ. સી. બી. એ રાજપીપલાના નવાપરામાંથી ચિરાગ પટેલને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ પણ કોરોનાની મહામારીમાં સપડાયું છે, કોરોનાની બીમારી એવિ છે કે તે નાતજાત કે ધર્મ જોયા વિના કોઈપણ ઇસમને પોતાના ભરડામાં લઈ રહી છે, ત્યાંરે રાજપીપલાના એક યુવાન દ્વારા અમદાવાદના કોર્પોરેટોર બદરુદ્દીન શૈખના કોરોનામાં થયેલ મોતના મામલામાં પોતાના ફેસબુક ઉપર દેશમાં હિન્દુ -મુસ્લિમ કોમ વચ્ચે કોમી વૈમનષ્ય ફેલાય એવિ પોસ્ટ મુકતા નર્મદા એલ. સી. બી. પોલીસના પી. એસ. આઈ. સી. એમ. ગામીતે આરોપી યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ કોરોનાની મહામારી દેશ વ્યાપી ફેલાયેલ હોય, આ બીમારીની આડમાં અસામાજિક તત્વો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટયુટર વિગેરે જેવા સોશ્યલ મીડિયા ઉપર એવિ કોઈ પોસ્ટ ન મૂકે કે જેથી સમાજમાં એક બીજી કોમો વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય જેથી ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ પર ખાસ નજર રાખવાની સૂચના રાજ્યના પોલીસ વડા તરફથી મળેલ, જે અંતર્ગત નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એ નર્મદા પોલીસને એલર્ટ પર રાખી તમામ મીડિયા પર નજર રાખવાની સૂચના આપેલ હતી.

નર્મદા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલ. સી. બી. પી એસ. આઈ. સી. એમ. ગામીત તેમજ તેમની ટીમ સોશ્યિલ મીડિયા ઉપર વોચ રાખી રહેલ તે દરમ્યાન રાજપીપલાના નવાપરા ફળિયા, પન્નાલાલ પંડ્યા સ્ટ્રીટમાં રહેતા ચિરાગ ઈશ્વર ભાઇ કોળી પટેલ દ્વારા તેના ફેસબુક એકાઉન્ટ ઉપર અમદાવાદના કોર્પોરેટર બદરુદ્દીન શૈખનું કોરોનાની બીમારીમાં મોત થયેલ જે સંદર્ભમાં લખ્યું હતું કે “અહમદાવાદ મેં કોરોના સે સંક્ક્રમિત કોંગ્રેસ નેતા બદરુદ્દીન શૈખકી મોત પેહલી બાર કોરોના ને કોઈ ઢંગ કા કામ કિયા “

પોલીસની નજરમાં આ પોસ્ટ આવતા આરોપી ચિરાગ પટેલ સામે ભારતીય દંડ સંહિતાની ધારાઓ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે જિલ્લા પોલીસ વડાનું કડક વલણ છે તેવો એ જણાવેલ છે કે સોશ્યિલ મીડિયાનો જેકોઈ સમાજમાં અરાજકતા, વૈમનશ્ય ફેલાવવા ઉપયોગ કરશે તેની સામે કડક પગલાં ભરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here