નર્મદા : માગરોલ નર્મદા નદી કિનારે કુદરતી હાજતે ગયેલ આદિવાસી યુવતીના મોબાઈલમા ફોટો પાડનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ..

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

માગરોલ દિવયધામ આશ્રમના ભરત જોષી સામે એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ થતાં સાધુ સંતોમા દોડધામ…

પોતાના પરિજનો સાથે આશ્રમ પહોચી હલ્લો મચાવ્યો….

આશ્રમના જોષી મહારાજે જાતિ વિષયક અને બિભસ્ત શબ્દો બોલીને ગાળો આપતા મામલો બિચકયો…

રાજપીપળા પાસે નર્મદા નદીના કિનારે આવેલ માગરોલ ગામ ખાતે ગતરોજ એક શરમજનક ધટના બની હતી, દિવયધામ આશ્રમના ભરત જોષીએ નદી કિનારે કુદરતી હાજત માટે ગયેલ ગામની એક યુવતીના ફોટો પાડતા તડવી સમાજમા રોષની લાગણી ફેલાઈ હતી.

બનાવની વાત કરીએ તો નર્મદા નદીના કિનારે આવેલ માગરોલ ગામ ખાતે રહેતી તડવી સમાજની યુવતી ઉ.વ. 20 નાઓની પોતાને કુદરતીહાજત લાગતા નર્મદા કિનારે હાજત કરવા બેઠી હતી, તે દરમિયાન દિવયધામ આશ્રમના ભરત જોષીએ એ આદિવાસી યુવતીના ફોટો પાડતા યુવતી તેને જોઇ ગઇ હતી, યુવતીએ પોતાના ધરે જઇ પરિજનોને પોતાના ફોટો આશ્રમના ભરત જોષીએ પાડ્યા હોવાનું જણાવતા યુવતીના દાદા, મામા અને ભાઈ સાથે આશ્રમ તરફ પહોચી ગયા હતા,ભરત જોષીને તુએ ફોટો કેમ પાડયો એમ કહી મોબાઈલ ચેકીંગ કરવા માગતા ભરતજોષીએ સાલા ધાણકાઓ બહુજ ફાટી ગયાં છો મને કહેવા આવ્યા છે,તેમ કહી જાતિવાચક શબ્દો અપમાન થાય એ રીતે બોલતા ફરિયાદી તડવી યુવતીએ આરોપી ભરતભાઈ જોષી સામે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here