નર્મદા : ભાજપા દ્વારા SC, ST ,OBC ના હક્કો નષ્ટ કરવાનું ષડયંત્ર રચાતો હોવાનો આરોપ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજ્યસભાની ચુંટણીમા ભાજપાના ઉમેદવારને મત નહીં આપવા રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિની અપીલ

રાજયસભામા પોતાનુ સંખ્યા બળ વધારવા કોગ્રેસ સહિત અન્ય પક્ષોના ધારાસભ્યોને ખરીદાતા હોવાનો ઘટસ્ફોટ

રાજ્યસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપાએ પોતાના ત્રણ ઉમેદવારો અને કોગ્રેસે બે ઉમેદવારોને ઉભા રાખી ચુંટણી જંગમા ઝુકાવ્યું છે.
ભાજપાએ પોતાના ત્રણ ઉમેદવારોને જીતાડવા માટે કોગ્રેસ સહિત અન્ય પક્ષોના ધારાસભ્ય પર પોતાની નજર માંડી તેમને તોડવાના નાણાંકીય સહિત અન્ય લોભ પ્રલોભન આપી પોતાના પક્ષે કરવાની કૂટનીતિ અપનાવતાં તેના SC, ST ,OBC વર્ગોમા ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યા છે.
રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિના પ્રમુખ છગનભાઈ ગોડીગજબારે એક જાહેર નિવેદન બહાર પાડી ભાજપા ઉપર રાજયસભાની ચુંટણી જીતવા માટે ધારાસભ્યોને ખરીદાતા હોવાનો આરોપ લગાવ્યો છે, અને જણાવેલ છેકે પોતાની સભ્ય સંખ્યા રાજયસભામા વધારી ભાજપા SC , ST , OBC ના અનામતના હક્કો ખત્મ કરવાનું કારસો રચી રહેલ છે, જે માટે પોતાના સભ્યોની સંખ્યા કરતાં વધું ઉમેદવારો ઉભા રાખી બીજા ધારાસભ્યોને ખરીદતા હોવાનો આરોપ લગાવ્યો છે.

બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા SC, ST ,OBC વર્ગોના તમામ ધારાસભ્યોને અપીલ કરવામાં આવે છે કે પોતાના સમાજના હિતોનુ રક્ષણ કરવા ગુજરાત સહિત રાજસ્થાનમા ભાજપાના ઉમેદવારને રાજયસભાની ચુંટણીમા મત ન આપે. હવે જોવાનું રહયુ કે આ અપીલને પોતાના જ વર્ગોના ધારાસભ્યો માને છે કે નહીં…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here