નર્મદા : પોલીસ અને વન વિભાગે સંયુક્ત રેડ કરી સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગરૂડેશ્વર તાલુકાના ઝેર ગામે રેઇડમાં રૂ. 2 લાખથી પણ વધુનો જંગલ ચોરીનો માલ ઝડપાતા જંગલ ચોરોમા ફફડાટ

ગુજરાતનો કાશ્મીર ગણાતો નર્મદા જિલ્લો તેમા પથરાયેલ વનરાજી માટે ખુબજ પ્રસિધ્ધ છે, નર્મદા જિલ્લો 43 % વન વિસ્તારથી ઘેરાયો છે.આ જંગલોમાં સૌથી વધુ સાગના વૃક્ષો છે.ત્યારે હાલ કોરોનાને લઈને ચાલતા લોકડાઉનનો ફાયદો ઉઠાવી સાગી લાકડા કાપી ચોરી કરી જેમાંથી સોફા ખાટલા સહિતની ચીજ વસ્તુઓ બનાવી ઉંચી કિંમતે વેચનારા ચોરો પાસેથી વન વિભાગે મોટી સંખ્યામાં સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝેર ગામે સાગી લાકડા જંગલોમાંથી કાપીને ઘરમાં રાખી તેમાંથી ફર્નિચર બનાવતા હોવાની બાતમી મળતા કેવડિયા રેન્જ દ્વારા વહેલી સવારે રેડ કરતા 2 લાખથી વધુનો મુદ્દામાલ વન વિભાગે ઝડપી પાડ્યો છે.ત્યારે લોકડાઉનનો લાભ લઈને ગેરકાયદેસર રીતે સાગી લાકડા કાપી ફર્નિચર બનાવતો જથ્થો અને ઓજારો ઝડપી 10 જેટલા ઈસમો સામે ગુનો નોંધાયો છે. કેવડિયા DYDP વાણી દુઘાત, PSI પરમાર, RFO ગભાણીયા સહિતની ટીમે સંયુક્ત રીતે રેડ કરતા સાગી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here