નર્મદા પોલીસે લોકડાઉનના મામલે 593 કેસ કયૉ 1200 ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયો હોય નર્મદા જિલ્લામા પણ જાહેરનામા નોકડક અમલ કરાવવા પોલીસ વિભાગને સુચના આપી હતી

લોકડાઉનના ભંગ બદલ 593 કેસો કરી 1200 વ્યક્તિઓની અટકાયત : 1007 વાહનો ડિટેઇન કરી રૂા. 2.16 લાખની રકમ દંડ પેટે વસુલાત કરી હતી

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ : “ ઘરમાં રહો સુરક્ષિત રહો” માટે પોલીસતંત્રની જાહેર અપીલ લોકડાઉન સંદર્ભે નર્મદા જિલ્લા પોલીસતંત્રની તા. 29 મી એપ્રિલ સુધીની કામગીરી

કોરોના વાયરસની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્તરીતે અમલ કરવાં માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં તા. 25-3-2020 થી તા. 29 -4-2020 આજદિન સુધીમાં અલગ અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખીને લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કુલ-593 કેસો કરી કુલ 1200 વ્યક્તિઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ લોકડાઉની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતાં કુલ 1007 જેટલાં વાહનો ડિટેઇન કરીને કુલ. રૂા 2.16લાખ ની રકમ દંડ પેટે વસુલ કરાઇ છે આમ, લોકડાઉનના ચુસ્ત અમલ દ્વારા નાગરિકોને “ઘરમાં રહો-સુરક્ષિત રહો” ની જિલ્લા પોલીસતંત્ર તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.
નર્મદાજિલ્લાપોલીસ વડા એ આ બાબતે જણાવ્યું હતું કે સરકાર લોકો ના સ્વાસ્થય માટે ચિંતિત છે.જેથી જાહેરનામા નો કડક વલણ અપનાવી અમલ થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here