નર્મદા : નર્મદા જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા ગ્રામ્યકક્ષાએ નિ: શુલ્ક ઉકાળાનું વિતરણ કરાયું

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લાના શહેરી વિસ્તારોમાં તા. ૨૫ મી મે થી તા. ૨૯ મી મે, ૨૦૨૦ સુધી સળંગ પાંચ દિવસ ડોર ટુ ડોર ઉકાળા વિતરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે : જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ડૉ. નેહા પરમાર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના ગાઇડલાઇન મુજબ જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમની રાહબરી હેઠળ નોવેલ કોરોનાની મહામારીને લીધે જિલ્લાના તમામ લોકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા ગ્રામ્ય વિસ્તારોમાં આજથી નિ:શુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ નાંદોદ તાલુકાના તરોપા ગામે ઉકાળા વિતરણનું નિરીક્ષણ કર્યું.

જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ડૉ. નેહા પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહેવા જિલ્લાના શહેરી વિસ્તારોમાં તા. ૨૫ મી મે, ૨૦૨૦ થી તા. ૨૯ મી મે, ૨૦૨૦ સુધી સળંગ પાંચ દિવસ ડોર ટુ ડોર ઉકાળા વિતરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં જિલ્લા આયુર્વેદિક કચેરીની સાથે સ્વામી વિવેકાનંદ ગૃપ, રોટરી કલ્બ અને સમસ્ત વૈષ્ણવ વણીક સમાજના સહયોગથી ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.

નાંદોદ તાલુકાના ગુવાર ગામના સરપંચશ્રી પ્રવિણભાઇ નરવતભાઇ તડવીએ કહ્યું કે, અમને જિલ્લા પ્રશાસન દ્વારા ઉકાળો બનાવવાની ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવી છે અને અમે ઉકાળો હાથે બનાવીએ છીએ. અમારી ટીમ મારફતે ગામના દરેક વ્યક્તિઓને ઘરે જઇને ઉકાળો પીવડાવીએ છીએ અને ગામના કોઇ પણ વ્યક્તિ બાકી રહી ન જાય તેની તકેદારી પણ રાખીએ છીએ ગામના અંદાજે ૫૦૦ થી ૬૦૦ લોકોને ઉકાળાનો લાભ લીધો હોવાનું તેમેણ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here