નર્મદા : નર્મદા જિલ્લામાં કોરોનાના આજે વધુ ૮ પોઝિટીવ કેસ નોંધાયા જીલ્લામાં પોઝિટિવ કેસો 46 થયા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોનીના SRP ગ્રુપના આજે પણ 6 જવાનો કોરોના પોઝિટિવ

SRP જવાનના પત્નિ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૮ સેમ્પલ પૈકી ૮ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા જ્યારે ૩૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૩૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ. કશ્યપ તરફથી આજે તા. ૨૦ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૮ સેમ્પલો પૈકી ૮ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં ગરૂડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કેવડીયા કોલોની વિસ્તારના SRP ગ્રુપના 6 જવાનો સહિત અગાઉ કોરોના પોઝિટિવ જાહેર થયેલા જવાનના પત્નિનો તેમજ રાજપીપળા ખાતે દક્ષિણી ફળીયામાં અમદાવાદથી આવેલ એક ઇસમનો સમાવેશ થાય છે. આજરોજ એકસાથે 8 દર્દીઓ કોરોના પોઝિટિવ નીકળતા જીલ્લામા કોરોના પોઝિટિવ દર્દીઑની સંખ્યા 46 ઉપર પહોંચી છે.

આ દર્દીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના ૮ એક્ટીવ દર્દીઓ સહિત કુલ-૨૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૩૮ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા. ૨૦ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૧,૬૦૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૮ દર્દીઓ, તાવના ૩૮ દર્દીઓ, ડાયેરીયાના ૩૩ દર્દીઓ સહિત કુલ -૧૨૯ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮૨૭૨૫૨ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૨૮૦૮૭૦ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here